ઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મ

ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે થોડા દિવસ પૂર્વે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી…

ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે થોડા દિવસ પૂર્વે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહેલા એક માથાભારે શખ્સે નર્સનો પીછો કરી તેને જાહેરમાં થપ્પડ મારી ધમકી આપી હતી. તે શખ્સ સામે નર્સ સાથે દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી યુવતી છેલ્લા કેટલાય સમયથી ઉદય પાનેરા નામના શખ્સના ત્રાસથી પરેશાન હતી.

ઉદય નામનો આ રોમિયો નર્સ સાથે ધરાર સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. યુવતીએ તેને અનેકવાર સમજાવવા છતાં તે નર્સનો પીછો કરવાનું છોડતો નહોતો.

ઘટનાના દિવસે જ્યારે નર્સ પોતાની ફરજ પરથી પરત ફરી રહી હતી, ત્યારે ઉદય પાનેરાએ ફરી તેનો રસ્તો રોક્યો હતો. નર્સે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દેતા ઉદય ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા શખ્સે નર્સ પર હુમલો કરી તેને જાહેરમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ ઉદય પાનેરા નામના શખ્સે નર્સનું મોટરસાયકલ ઉપર અપહરણ કરી તેના ખેતરે લઇ લઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ નર્સ ના નામનું સ્નેપચેટમાં ખોટું આઈડી પણ બનાવ્યું હતું. આ ઘટના બાદ નર્સે હિંમત હાર્યા વગર તાત્કાલિક ઉપલેટા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ઉદય પાનેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉપલેટા પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઉદય પાનેરાની ધરપકડ કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *