જામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકી

જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા…

જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા આપીને લાખો રૂૂપિયાની ઉઘરાણી કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી રવિ કુમાર વિજયભાઈ ગંઢચા, (રહે. તિરુપતિ સોસાયટી, નવી પોસ્ટ ઓફિસ પાછળ, જામજોધપુર) ખાતે રહે છે, અને છેલ્લા ચાર વર્ષથી એચ.ડી.એફ.સી. બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ બે વર્ષ અગાઉ ઓનલાઈન લોન અને ક્રેડિટ કાર્ડના કારણે નાણાકીય મુશ્કેલી ઊભી થતા તેમણે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણા લીધા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સત્યજીતસિંહ જાડેજાએ પ્રથમ રૂૂ. 15,000 અને બાદમાં રૂૂ. 30,000 વ્યાજે આપ્યા હતા. આરોપીએ માસિક આશરે 40 ટકા જેટલું ઊંચું વ્યાજ નક્કી કરી સિક્યુરિટી પેટે સહીવાળા કોરા ચેક લીધા હોવાનું જણાવાયું છે. ફરિયાદી દ્વારા કુલ રૂૂ. 3,21,500 જેટલી રકમ ચુકવ્યા છતાં હજુ દોઢ લાખ રૂૂપિયાની માંગણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજા આરોપી સંદીપ કરણાભાઈ કરોતરા સામે પણ રૂૂ. 10,000ની સામે ભારે વ્યાજ વસૂલવા, કોરો ચેક લઈ વધુ રૂૂપિયા માંગવા તેમજ ધમકીઓ આપવાના આક્ષેપો કરાયા છે. ફરિયાદી મુજબ અનેક વખત ઓનલાઈન ચુકવણી કરવા છતાં આરોપી હજુ પણ રૂૂ. 13,000ની માંગણી કરી રહ્યો છે.

ત્રીજા આરોપી સનાભાઈ કરશનભાઈ મોવાણીયા સામે રૂૂ. 80,000 વ્યાજે આપી સિક્યુરિટી તરીકે બે કોરા ચેક લેવા તથા રૂૂ. 1,00,000 પરત મળ્યા છતાં ફરીથી રૂૂપિયા માંગતા હોવાના આક્ષેપો કરાયા છે.

જ્યારે ચોથા આરોપી દિપભાઈ પરાગભાઈ બાવરિયાએ ફરિયાદીને રૂૂ. 5,20,000 માસિક 10 ટકા વ્યાજે આપ્યા હોવાનું અને અત્યાર સુધી રૂૂ. 2,24,000 જેટલી રકમ ચુકવ્યા છતાં સતત પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો આરોપ મૂકાયો છે.

ફરિયાદી મુજબ ચારેય આરોપીઓ દ્વારા વારંવાર ફોન તેમજ રૂૂબરૂૂ મળી ગાળો બોલી બળજબરીથી નાણા પડાવવા અને પરિવારને પણ ધમકાવવાની હરકતો કરવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *