રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ વિભાગમાં વહીવટી સરળતા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને પણ એક જિલ્લા શિક્ષણ અધિકારીની કચોરી ફાળવવામાં આવી છે. તને લઈ જિલ્લા કલેક્ટર દ્રારા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અને સરકારી માલિકીના ’વઢવાણના ઉતારા’ પરિસરમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અપગ્રેડેશન અને નવી જગ્યા ફાળવણીને લીલીઝંડી આપવામાં આવી છે.
આ મંજૂરી અંગે ડીઈઓએ જણાવ્યું કે, વહીવટી સરળતા અને સરકારી મિલકતોના યોગ્ય ઉપયોગના ભાગરૂૂપે જિલ્લા કલેકટર દ્વારા આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા વધુ સક્રિય અને કાર્યક્ષમ બનશે, તેમજ સરકારી સેવાઓ વધુ ઝડપી રીતે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકશે. ગ્રામ્યની કચેરી વઢવાણના ઉતારા ખાતે જશે, જ્યારે રાજકોટ શહેર ડીઈઓની કચેરી કરણસિંહ હાઈસ્કૂલ ખાતે જ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ શહેરની કચેરી વઢવાણ ઉતારા ખાતે જ કાર્યરત હતી. જોકે, થોડા સમય પહેલાં જ કલેકટર દ્વારા શહેરની કચેરી માટે કરણસિંહ હાઇસ્કુલ ખાતે જગ્યા ફાળવવામાં આવી હતી.હવે આ ખાલી પડેલી ’વઢવાણના ઉતારા’ની જગ્યા ગ્રામ્ય ડીઈઓ માટે ફાળવવામાં આવી છે.
