રાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6 થી 8ની પરીક્ષાનો પ્રારંભ

  રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે…

 

રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ ધોરણ-3થી 5ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ કરાઈ હતી અને 11 એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારબાદ સોમવારથી ધોરણ-6થી 8ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.આ પરીક્ષા 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ થયા બાદ સોમવારથી ઉચ્ચ પ્રાથમિક વિભાગની પરીક્ષા શરૂૂ કરવામાં આવી છે. જેમાં સોમવારના રોજ પ્રથમ દિવસે ધોરણ-6થી 8માં ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા 22 એપ્રિલ સુધી ચાલશે. 22 એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થવા સાથે પ્રાથમિક વિભાગની તમામ પરીક્ષાઓ પૂર્ણ થશે. સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે. ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. જેમાં 4 મેના રોજ રાજ્યની સ્કૂલોમાં ઉનાળું વેકેશન શરૂૂ થાય તે પહેલા પરિણામ તૈયાર કરી જાહેર કરી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સંભવત એપ્રિલ માસના અંત સુધીમાં પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યા બાદ મે માસની શરૂૂઆતમાં જ પરિણામ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવશે. ત્યારબાદ 4 મેના રોજ વેકેશનનો પ્રારંભ થશે અને 7 જૂન સુધી ચાલશે. ત્યારબાદ 8 જૂનના રોજથી રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *