33 ટકા મહિલા અનામતનો નિર્ણય દેશ માટે ક્રાંતિ લાવનારો : વિશ્ર્વકર્મા

રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભ અન્વયે જામનગર આવ્યા હતા. જામનગર માં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું…

રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભ અન્વયે જામનગર આવ્યા હતા.

જામનગર માં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સરકારે લોકસભા અને દેશની ધારાસભાઓમાં મહિલા ઓ માટે 33 ટકા અનામત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારત દેશના રાજકારણમાં એક અલગ ક્રાંતિ લાવનારો અને તમામ દેશવાસીઓ માટે ગૌરવરૂૂપ પૂરવાર થશે.

આગામી તા. 16, 17, 18 એપ્રિલે મહિલા અનામત ખરડો પસાર કરવા સંસદના બન્ને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. દેશમાં નારી શક્તિને ઉજાગર કરવા વડાપ્રધાન જ્યારે આ ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ તેનું સમર્થન કરવું જોઈએ.

નારી શકિતના માધ્યમથી વિરાસતને વિકાસમાં જોડવાનો સંકલ્પ છે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલ્લાક કાયદો રદ કરવા જેવા હિંમતભર્યા નિર્ણયો લેવાયા છે. દેશની મહિલા માત્ર સહભાગી નહીં, પણ સક્રિય થાઈને દેશના વિકાસમાં જોડાય તેવો શુભ હેતુ છે.

તેમણે સરકાર મહિલાઓ ને સ્વાવલંબી જાડે બનાવવા માટેની વિવિધ યોજનાઓ, મહિલા સુરક્ષાના કાયદાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહિલાઓને સુવિધાઓની વિગતો આપી જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓ આત્મનિર્ભર અને સદ્ધર બની રહી છે. નારી શક્તિની સંલગ્નતાના કારણે દેશમાં એક્તાની ભાવના પણ સુદૃઢ થશે.

આ પત્રકાર પરિષદમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા,સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી સહિત ના ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *