કેશોદમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત આંબાવાડી વિસ્તારમાં 15 જાહેરાત બોર્ડ અને દુકાનોના ઓટલા દૂર કરી 500 રૂૂપિયાનો દંડ ફટકારાયા હતો. કેશોદ નગરપાલિકાએ શહેરના આંબાવાડી વિસ્તારમાં તંત્રએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે. વેપારીઓએ દુકાનની બહાર મૂકેલા માલસામાન અને પોટલાઓ નગરપાલિકાએ દૂર કર્યા છે. આ ઝુંબેશમાં 15 જાહેરાત બોર્ડ અને ત્રણથી ચાર દુકાનોના પાકા ઓટલા પણ હટાવવામાં આવ્યાં છે.
કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના જણાવ્યા મુજબ, પ્રાંત અધિકારીની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની મુખ્ય બજારોમાં વેપારીઓએ મૂકેલો માલસામાન લોકોની અવરજવરમાં નડતરરૂૂપ બનતો હતો.નગરપાલિકાએ વેપારીઓને જાહેર સૂચના આપી છે કે ફૂટપાથ કે જાહેર માર્ગો પર લોકોને નડતરરૂૂપ થાય તે રીતે માલસામાન મૂકનારા વેપારીઓને ઓછામાં ઓછા 500 રૂૂપિયાનો દંડ કરવામાં આવશે. શહેરમાં અન્ય જગ્યાએ થયેલા દબાણોનો સર્વે પણ ચાલુ છે. આ દબાણો સામે પણ વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
–
