ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની ટીમે અનેક ગેરકાયદેસર દબાણોનો સફાયો કર્યો હતો.

મળતી વિગતો મુજબ, મંદિર તરફ જવાના રસ્તા પર આવેલી અનેક દુકાનોની આગળ વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પાકા ઓટલાઓ બનાવી દેવામાં આવ્યા હતા. ચોટીલા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ બે જેસીબી (JCB) મશીનોની મદદથી આ તમામ કાચા-પાકા ઓટલાઓ તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

આ દબાણોને કારણે રસ્તો સાંકડો થતો હતો અને દર્શનાર્થે આવતા માઈભક્તોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.હજુ પણ અનેક દુકાનો અને પાકા બાંધકામો એવા છે જે નિયમ વિરુદ્ધ સરકારી જમીન પર ખડકાયેલા છે. વહીવટી તંત્ર દ્વારા આસપાસની સરકારી જમીનોનું ડી.આઈ. એલ. આર. દ્વારા માપણી કરાવીને સીમાંકન કરવામાં આવશે. માપણી બાદ જે પણ બાંધકામો સરકારી જમીન પર જણાશે તેના પર આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *