જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, 40 રેંકડી, કેબિન, પાથરણાં જપ્ત

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શનિવાર તેમજ રવિવારે રજા ના દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં…

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શનિવાર તેમજ રવિવારે રજા ના દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી.
જેમા શરૂૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી સર્કલ, લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતાં 40 થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતા.

અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુબેશ યથાવત રાખવામાં આવશે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે ઝુંબેશ શનિવારે અને ગઈકાલે રવિવારે રજા ના દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી.જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતા.

આ ઝુબેશ અંતર્ગત માર્ગો પર અડચણ રૂૂપ 40 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમા રેકડી, પથારા 10 થી વધુ વજન કાંટા, લોખંડની ગ્રીલ, કપડા ડિસ્પ્લે માટેના પૂતળા વગેરેનો સમાવેશ થાય છે શહેરના માર્ગો પર સુચારૂૂ રીતે આવાગમન થઈ શકે માટે જુદા જુદા વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેમજ એસ્ટેટ શાખા ના અનવરભાઈ ગજણ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ રહી છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *