રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

  – દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ –   રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ સવારે દ્વારકા ખાતે આવ્યાં હતા. તેમણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ…

 

– દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ –

 

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ સવારે દ્વારકા ખાતે આવ્યાં હતા. તેમણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતા.
રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી. તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક દ્વારકાધીશનું પાદુકાપૂજન કરી, ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશ મંદિર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશનું ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ સાથે તેમના પુત્રી શ્રી ઈતિશ્રી મુર્મૂ વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *