ગામમાં પાણી આપવા મામલે વાલ્વમેન અને તેના પુત્રને બંદૂક દેખાડી હુમલો કરનાર માતા- બે પુત્ર સહિતના સામે ફરીયાદ
રાજકોટ નજીક ફાડદંગ ગામે પાણી આપવા બાબતે રહેતાં અને ગ્રામ પંચાયતમાં પાણીનો વાલ્વ ખોલી પાણી છોડવાની નોકરી કરતાં દાનાભાઈ વીરાભાઈ વાળા (ઉ.વ.50) અને તેના પુત્ર રાજુ (ઉ.વ.20) પર તેજ ગામમાં રહેતાં મનુબેન ધીરૂૂભાઈ વાળા તેના બે પુત્રો શિવરાજ અને જયરાજ સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી દાનાભાઈ બંદૂક જેવું હથિયાર બતાવી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પીસીબીની ટીમે નામચીન શિવરાજ ધીરુ વાળા ને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.
ફાડદંગ ગામના વાલ્વમેન દાનાભાઈ વીરાભાઈ વાળાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ગ્રામ પંચાયતમાં પાણીનો વાલ્વ ખોલી પાણી છોડવાની નોકરી કરે છે. સવારે તે ઘરે હતા ત્યારે તેના ગામના મનુબેન વાળાએ ફોન કરી અમારા ઘરે આજે પાણી આવેલ નથી, તાત્કાલિક ઘરે પાણી આપો કહેતાં તેને હું છેલ્લા 15 દિવસથી રોજ પાણી આપું છું, આજે પાણીના ટાંકામાં પાણી નથી, હું થોડીવારમાં પાણીની વ્યવસ્થા કરું છું તેમ જવાબ આપતા તેને ફોનમાં ગાળો આપી પાણી ના હોય તો નોકરી નો કરાય નિકળી જવાય તેમ કહી હું હમણા શિવરાજને તારા ઘરે ચાવી લેવા મોકલું છું તેમ કહ્યું હતું.
થોડીવાર બાદ આરોપી શિવરાજ ઘરે આવી પાણીના ટાંકાની ઓરડીની ચાવી લાવો મારે પાણી ચાલુ કરવું છે કહેતાં દાનાભાઈએ હું સરપંચને પૂછયા વગર ચાવી ના આપું તેમ કહેતા શિવરાજે તેમને ગાળો આપી હતી અને થોડીવાર બાદ મનુબેન ધીરૂૂભાઈ વાળા તેના બે પુત્રો શિવરાજ અને જયરાજ સહિતના શખ્સો દાનાભાઈના ઘરે આવ્યા ત્યારે શિવરાજ હાથમાં ધોકો એક હાથમાં બંદૂક જેવું હથિયાર હતું તે તેમજ જયરાજ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ દાનાભાઈ અને તેમના પુત્ર રાજુ ઉપર હુમલો કર્યો હતો તેમજ શિવરાજે તેની પાસે રહેલું બંદૂક જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી.
આ અંગે કુવાડવા રોડ પોલીસે દાનુભાઈની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂૂ કરી હતી. પીસીબીના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા,રાહુલગીરી ગૌસ્વામી અને વાલજીભાઇ જાડાએ સ્ટાફે પણ આરોપીઓને પકડવા કવાયત શરૂૂ કરી હતી. દરમિયાન શિવરાજ ધીરૂૂભાઈ વાળાને બાતમીના આધારે માલિયાસણ ચોકડી પાસે પાનની દુકાનેથી ઝડપી તેની પાસ થી રૂૂા. 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી હતી.
