ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ

રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં…

રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે, જેના કારણે રાજ્યની જનતા પર વધુ આર્થિક બોજ પડે તેવી શક્યતા છે.

વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાંની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની શક્યતાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાથે સાથે ધારાસભ્યના કાર્યાલય ખર્ચ અને મતવિસ્તાર વિકાસ માટેના ભથ્થાં વધારવાની બાબત પણ ચર્ચાના કેન્દ્રમાં રહી.

સમિતિ દ્વારા અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને મળતા ભથ્થાં અને સુવિધાઓની સરખામણી કરવામાં આવી રહી છે. આ સમીક્ષા બાદ ગુજરાતમાં પણ ધારાસભ્યોના ભથ્થાંમાં વધારો કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. સમિતિ સરકાર સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે તેવી માહિતી સામે આવી છે.
ધારાસભ્યોની સુવિધાઓમાં વધારા અંગેની આ પ્રક્રિયા શરૂૂ થતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. એક તરફ ધારાસભ્યો કાર્યક્ષમ રીતે કામ કરી શકે તે માટે સુવિધાઓ જરૂૂરી હોવાનું કહેવાઈ રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય જનતા પર વધતા ખર્ચના બોજ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *