હનુમાન મઢી પાસે ઢોસા કાફેમાં દારૂડિયાઓની ધમાલ, કાફેના સંચાલક અને તેના સાળા પર હુમલો

કાફે બંધ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા, અગાઉ પણ મફતમાં ખાઈ જતાં રહેતા હોવાનો આક્ષેપ રાજકોટ શહેરમાં સાધુ વાસવાની રોડ પર વાસવાણી રોડ પર રહેતા…

કાફે બંધ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા, અગાઉ પણ મફતમાં ખાઈ જતાં રહેતા હોવાનો આક્ષેપ

રાજકોટ શહેરમાં સાધુ વાસવાની રોડ પર વાસવાણી રોડ પર રહેતા અને હનુમાન મઢી પાસે ઢોસા કાફે ચલાવતા આધેડ અને તેમની સાથે કામ કરતા તેમના સાડા ને ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો એ તાત્કાલિક કાફે બંધ હોવા છતાં ઢોસા બનાવવાનું કહી માથાકૂટ શરૂૂ કરી છે આ ઘટનામાં ઝઘડો કરવાની આરોપીઓને ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને કાફેના સંચાલક અને તેમની સાથે કામ કરતા કર્મચારીને છરી વડે માર મારતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે.આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા કૈલાશ પાર્ક માં રહેતા અને રૈયા રોડ હનુમાન મઢી પાસે ઢોસા કાફે નામે ધંધો કરતા અબુબકરભાઇ મોહમ્મ દહનીફ (ઉ.45) ગઈકાલે તેમના ઢોસા કાફે ખાતે હતા ત્યારે રાત્રીના 12 વાગ્યે મયંક અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઢોસા બનાવી આપવા મામલે ઝઘડો કરી આંતક મચાવ્યો હતો અને છરી વડે ઇજા કરતા તેમને બચાવવા વચ્ચે પડેલા તેની સાથે જ કામ કરતા સાળા આરીફ અહમદભાઈ(ઉ.24)ને પણ છરી ઝીંકી દેતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.

અબુબકર ભાઈએ જણાવ્યુ હતું કે, તેઓ રૈયા રોડ હનુમાન મઢી પાસે ઢોસા કાફે નામે ધંધો કરે છે.ત્યાં અવાર નવાર મયંક દારૂૂ ઢીંચીને આવે આવે છે અને મફતમાં ખાવાનું ખાઈ જતા રહે છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યે આરોપીઓ આવ્યા હતા અને તેઓએ ઢોસા જલ્દી બનાવી આપવાનું કહ્યું હતું તેમને દુકાન બંધ કરી દીધી છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તું ઢોસા કેમ બનાવી ન આપ તેમ કહી હુમલો કર્યો હતો.આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *