રેલનગર-રામનગર-લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી

તાજેતરમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ગઈકાલે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારા મામલે કલેકટરને કરાયેલી ફરિયાદ બાદ તંત્ર હવે એક ડઝનથી પણ વધુ વિસ્તારોમાં અશાંત ધારો…

તાજેતરમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ગઈકાલે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારા મામલે કલેકટરને કરાયેલી ફરિયાદ બાદ તંત્ર હવે એક ડઝનથી પણ વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. દરખાસ્તોની ફાઈલ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ સમગ્ર ફાઈલો રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના રામનગર, લક્ષ્મી નગર, રેલનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારા લાગુ કરવા માટે કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા નવા વિસ્તારોમાં અશાંતધારા લાગુ કરવા માટે તૈયાર શરૂૂ કરી દેવામાં આવી છે. જેમાં રેવન્યુ વિભાગ, પોલીસ સહિતના તંત્રનો અભિપ્રાય લઈ લેવામાં આવ્યો અને ટૂંક સમયમાં જ વિવિધ પ્રાંત કચરીઓ દ્વારા કલેક્ટરને ફાઈલો મોકલવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જ અશાંતધારાઅંગેની દરખાસ્ત કરવામાં આવશે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે હાલ અશાંતધારા અંગેની વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. થોડા સમયમાં જ સમગ્ર ફાઈલોનો અભ્યાસ કર્યા બાદ પ્રાંત અધિકારીઓ દ્વારા કલેક્ટરને મોકલવામાં આવશે અને ત્યારબાદ કલેકટર તંત્ર દ્વારા રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ કરવામાં આવશે.ત્યારબાદ અશાંતધારા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *