જસદણના સાણથલીમાં દારૂડિયા ટ્રક ચાલકે વૃધ્ધાને કચડી નાખ્યા

જસદણ તાલુકાના સાણથલી ગામે સાંજના સમયે નશામાં ધુત ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી સાઈડમાં ચાલીને જતા વૃદ્ધાને કચડી નાખતા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું…

જસદણ તાલુકાના સાણથલી ગામે સાંજના સમયે નશામાં ધુત ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી સાઈડમાં ચાલીને જતા વૃદ્ધાને કચડી નાખતા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ગ્રામજનોએ ટ્રક ચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડી લમધારી નાખ્યો હતો ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સાણથલી આટકોટ રોડ પર આવેલા રામદેવપીર મંદિર પાસે ટ્રક ચાલક ડ્રાઈવર ફુલ નશો કરેલી હાલતમાં ટ્રક લયને નીકળ્યો હતો.

તેમાં રોડની સાઈડમાં દિવાળીબેન ગોરધનભાઇ કાનકડ ઉંમર વર્ષ 68 ચાલીને જતા હોય તેમની ઉપર ટ્રક ફરી વળતાં આખાં શરીરના ટુકડા કરી નાખ્યાં હતાં જેનુ સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયુ હતુ ત્યાર બાદ કપાસ ભરેલ એક ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરી ને ઉભો હતો તેમની સાથે ધડાકાભેર અથડાતાં બીજા લોકો આ અકસ્માત માં ભોગ બનતા અટકી ગયા હતા આ અંગે સાણથલી જિલ્લા પંચાયત સીટના વિનુભાઈ ધડકે જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર ઉપર નિયમો મુજબ ની કાર્યવાહી થવી જોઈએ ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આવા બે ફામ ચાલકો નશા ખોરો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આવા તત્વોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે તેવી ગ્રામજનો તથા અગ્રણી વિનુભાઈ ધડુક સહિતનાઑઍ માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *