સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયા

અમદાવાદમાં કારમાંથી 2.10 કરોડની અને સુરત આશ્રમમાંથી 80 લાખની ફેક કરન્સી સાથે છની ધરપકડ, ભારે ખળભળાટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂૂપિયા…

અમદાવાદમાં કારમાંથી 2.10 કરોડની અને સુરત આશ્રમમાંથી 80 લાખની ફેક કરન્સી સાથે છની ધરપકડ, ભારે ખળભળાટ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.

પોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે.
ક્રાઇમ બ્રાંચે 500ના દરની 40 હજારથી વધુ નોટ કબજે કરી લીધી છે જેનુ પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40 હજાર નોટના સીરીયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનુ પંચનામુ કરવામાં ક્રાઈમ બ્રાંચનો પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાંચની મોટાભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે.

અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાવ
ઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી.

સુરતથી ચાલતુ હતુ સમગ્ર રેકેટ, પ્રથમ ડીલમાં જ ઝડપાઇ ગયા
આરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *