ભાવનગરના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો

10 કલાકની સતત જહેમત બાદ NDRFની ટીમને સફળતા; પરિવારમાં શોકનો માહોલ ભાવનગર જિલ્લામાં ભારે પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા હતા જેમાં 2નો બચાવ થયો હતો,…

10 કલાકની સતત જહેમત બાદ NDRFની ટીમને સફળતા; પરિવારમાં શોકનો માહોલ

ભાવનગર જિલ્લામાં ભારે પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા હતા જેમાં 2નો બચાવ થયો હતો, થોરડી ગામે આવેલી વાડીએથી 2 બાઈક પર નીકળેલા 3 લોકો પરત ફરતા સમયે વોકળામાં તણાયા હતા, જેમાં 2 લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે દિલીપભાઈ છગનભાઈ રાઠોડ નામના આધેડ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા, ઘટનાની જાણ થતા મામલતદાર તેમજ NDRF ની ટીમ દ્વારા ગુમ થયેલા દિલીપભાઈ રાઠોડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં NDRFની ટીમે બોટ અને ડીપ ડાઈવ સાથે વહેલી સવારથી શોધખોળ હાથ ધરી હતી, ત્યારે ફાયર અને NDRF ટીમની 10 કલાકની સતત જહેમત બાદ દિલીપભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો, દિલીપભાઈ રાઠોડનું પાણીમાં તણાઈ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *