ચોખા મગાવ્યા બાદ આરોપીએ પૈસા ન ચૂક્વ્યા
પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂૂ.47.35 લાખ પેમેન્ટ ન ચુકવી અને બહાના બનાવી રકમ અટકાવી રાખી છેતરપિંડી આચરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના નોઘણ રામભાઈ ઓડેદરા નામના આરોપીએ પોતાની ઇન્ફિનિટી કોર્પોરેશન નામની પેઢી મારફત ઉતરપ્રદેશના વિપીનભાઇ ચૈલબિહારી ભટનાગરની એસ.એ.ઓવરસીસ નામની પેઢી પાસેથી તા.20/7/2024 ના રોજ 43 ટન ચોખાની ખરીદી કરેલ જેની બીલ મુજબ કિ.રૂૂ.49.85 લાખ થતી હતી. તે પૈકી રૂૂ. 2.50 લાખ રૂૂપિયાની ચૂકવણી કરી હતી અને બાકી રહેતી રકમ રૂૂ.47,35,000 આજદિન સુધી ચૂકવ્યા ન હતા. પૂર્વનિયોજિત રીતે શરૂૂઆતથી જ છેતરપીંડીની મન્સા રાખી માલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યું ન હોય અને ખોટા પેમેન્ટ ટ્રાન્સફરના સ્ક્રીનશોટ મોકલી, તારીખ વગરના ચેક આપી અને અલગ-અલગ બહાના બનાવી રકમ અટકાવી રાખી હોવાથી છેતરપીંડી વિશ્વાસધાત કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નોઘણ રામ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, આરોપીની ઓફિસ દેગામ ગામે હોવાથી ફરિયાદ બગવદર પોલીસ મથકે નોંધાઈ છે.
