વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યુ હતું. આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને હાર્ટ એટેકથી મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગમી છવાઈ ગઈ છે. રાવપુરામાં પોલીસ જવાન નરેશ રાઠવાનું મોત થયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ જજૠ હોસ્પિટલ પહોંચ્યા છે. બપોરે તબિયત લથડતા એસ. એસ. જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા કાઢવામાં આવી છે. રેલવે સ્ટેશન ખાતેથી કરાયો રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાઇ છે,ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોત
વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યુ હતું. આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને…
