જામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો

જામનગર માં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સ ને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર…

જામનગર માં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સ ને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી તેઓની ફરજ માં રૂૂકાવટ કરવા અંગે એક દારૂૂડિયા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે આરોપીને પકડી લઇ પોલીસ લોકપમાં બેસાડી દેવાયો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ના પોલીસ ક્વાર્ટર માં રહેતા તેમજ સીટીસી ડિવિઝનની 112 જનરક્ષક પોલીસ વિભાગની બોલેરોમાં ફરજ બજાવતા મિતરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલ ગઈકાલે બપોરે 3.30 વાગ્યાના અરસામાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જે દરમિયાન કુલદીપ ગિરધરભાઈ પરમાર નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો, અને શંકર ટેકરી સિદ્ધાર્થ નગર કોલોની શેરી નંબર ત્રણ માં વિપુલ પ્રાગજી ચૌહાણ નામનો શખ્સ દારૂૂ નો નશો કરીને પોતાની સાથે બબાલ કરી રહ્યો છે, તેવી જાણકારી આપીને દારૂૂડિયા શખ્સને પકડી લેવા રજૂઆત કરી હોવાથી 112 જનરક્ષકની પોલીસ ટીમ શેરી નંબર ત્રણમાં પહોંચી હતી.

જ્યાં વિપુલ પ્રાગજી ચૌહાણ દારૂૂના નશામાં બફાટ કરી રહ્યો હતો. જેને અટકાવવા જતાં તેણે ફરજ પરના પોલીસ કર્મચારી મિતરાજસિંહ જાડેજા ઉપર હુમલો કરી દીધો હતો. તેણે ઢીકાપાટુ નો માર મારી નખ વડે શરીરમાં વીખોડીયા ભર્યા હતા, અને ઇજા પહોંચાડી હતી, તેમજ કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી.
આથી વિપુલ ચૌહાણને પોલીસ જીપમાં બેસાડી દેવાયો હતો, જેની સાથે કુલદીપ પરમારને પણ સાથે રાખીને સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન જીપમાં પણ આરોપીએ દેકારો મચાવ્યો હતો, અને પોતે દલિત જ્ઞાતિ નો છે, જેથી પોલીસ ફરિયાદ કરીને પટ્ટા ટોપી ઉતરાવી દેશે, તેવી ધમકીઓ પણ આપી હતી. આખરે તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જઈ પોલીસ લોકપમાં બેસાડી દેવામાં આવ્યો હતો, અને મિતરાજસિંહ જાડેજા ની ફરિયાદના આધારે તેની સામે ફરજમાં રૂૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ દારૂૂબંધી ભંગ બદલ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પીએસઆઇ એન.પી. જોશી તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *