શહેરના 10મા ઝોન-2 ડીસીપી તરીકે ચાર્જ સંભાળતા રાકેશ દેસાઈ

મુળ બનાસકાંઠાના વતની રાકેશ દેસાઈ ગોંડલ ડીવાયએસપી અને જિલ્લા જેલઅધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકયા છે રાજ્ય સરકાર દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા…

મુળ બનાસકાંઠાના વતની રાકેશ દેસાઈ ગોંડલ ડીવાયએસપી અને જિલ્લા જેલઅધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકયા છે

રાજ્ય સરકાર દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા હોય જેમાં રાજકોટ શહેરનાં ચાર ડીસીપીની બદલી થઈ હોય ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાને ક્રાઈમ બ્રાંચની જવાબદારી સોંપાઈ હોય અને તેમના સ્થાને આઈબીમાંથી રાકેશ દેસાઈને પોસ્ટીંગ આપવામાં આવી હોય રાજકોટ શહેરનાં 10માં ઝોન-2 ડીસીપી તરીકે આજે રાકેશ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો.

મુળ બનાસકાંઠાના વતની રાકેશ દેસાઈ પોલીસ વિભાગમાં ડીવાયએસપીની સીધી ભરતીમાં પસંદગી પામ્યા બાદ ડીવાયએસપી તરીકે રાજકોટના ગોંડલમાં ફરજ બજાવી ચુકયા છે ત્યારબાદ તેઓ ભચાઉ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી છે. ત્યારબાદ તેમને આઈપીએસ અધિકારી તરીકેની બઢતી મળતાં તેઓ આઈબીના એસપી તરીકે ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા વખતથી ફરજ બજાવતાં હતાં. તાજેતરમાં થયેલા બદલીના હુકમમાં તેમને આઈબીના એસ.પી.માંથી રાજકોટ ઝોન-2 ડીસીપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવતાં આજે સવારે તેઓ ચાર્જ લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા હતાં. ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવા પાસેથી રાકેશ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ વિભાગમાં આઈપીએસ તરીકે ફરજ ઉપરાંત ડીસીપી રાકેશ દેસાઈ એક સારા નિશાનેબાજ છે અને રાયફલ શૂટીંગમાં રાષ્ટ્રીય લેવલમાં તેમણે ખુબ સારી નામના સાથે ઈનામો પણ મેળવ્યા છે.

રાજકોટ શહેરનાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબુમાં લેવા નિશાન ચુક માફ પરંતુ નહીં માફ નીચું નિશાન’ તેવા ઉદ્દેશ સાથે તેઓ રાજકોટ શહેરના ક્રાઈમને કંટ્રોલ કરવા માટે પગલાં લેશે તેવું સુત્રો જણાવી રહ્યાં છે. તેમણે ડીવાયએસપી તરીકેની ફરજકાળ દરમિયાન અનેક મોટા બનાવોના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *