વેરાવળ પોલીસમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરો ને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક, સંચાલક વિરુદ્ધ એસ.ઓ.જી બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતના ગુજરાત રાજ્ય બહારના કર્મચારી, મજૂરને કામે રાખનાર સંચાલક, મજુર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ કર્મચારી, મજૂરને કામે રાખે ત્યારે નિયત નમૂના મુજબ ની માહિતી સંબંધિત પોલીસમાં પુરી પાડવા અંગે જિલ્લા મેજી. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા સૂચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પો.સબ ઇન્સ. આર.એચ.સુવા ની રાહબરી હેઠળ પો.હેડ.કોન્સ. અનિરુદ્ધસિંહ જયવંતસિંહ, વિપુલભાઇ ટીટીયા, પો.કોન્સ. કૈલાશસિંહ જેશાભાઇ, નંદિમભાઇ શેરમહમદ, મહાવીરસિંહ મંગલસિંહ સહીતના સ્થાનીક સ્વરાજય ચુંટણી-2026 અન્વયે ચેકીંગની કામગીરી કરી રહેલા તે દરમિયાન વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ “લજીજ’ રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી સંબંધિત પોલીસમાં જાણ નહી કરતા રેસ્ટોરન્ટ માલિક ઇકબાલ અ.રહીમ પંજા ઉ.વ.73 રહે.બહારકોટ, વેરાવળ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે નો ગુન્હો દાખલ કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
