સોમનાથની મેઈન બજારમાં આવેલ રામેશ્વર હિંદુ હોટલના માલિક સરમણભાઇ બામણીયા તેની આગલી પેઢીથી હોટલમાં કોલસાની સગડી થી ચા પકાવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ગેસ બોટલ વાપરવાનું શરૂૂ કર્યું પરંતુ તેમાં બાટલાના આવવાના દિવસ લાંબા થઈ જતા ફરી પાછી કોલસાથી સળગતી અને બળતણને ગોળ ગોળ હેન્ડલ ફેરવવાથી બળતણમાં હવાથી તાપ ચાલુ રહે તેવી સગડી ચાલુ કરી દીધી છે તો શાંતિનગર જતા રસ્તે લખમણ વાજા પણ કાયમી ધોરણે કોલસા સગડીથી ચા બનાવે છે તો શિવ પોલીસ ચોકી પાસે ઘાસ પીઠ પાસે આવેલ ચાવડાભાઈ હોટલવાળા તો તેની આગલી પેઢીથી જ કોલસા લાકડા બળતણની સગડી ચાલુ રાખી છે.
જેથી આવા સંકટ નો સામનો તેને કરવો પડ્યો નથી તેમ જાવેદભાઈ ચાવડા કહે છે આજ દોહરાવતા મોટા ઝાપા પાસે આવેલ ભુરાભાઈ ચા વાળા ની 85 વર્ષ જૂની દુકાન છે દુકાનમાં તેની આ ત્રીજી પેઢી છે આ દુકાન સ્થાપના ત્યારથી જ લાકડા અને કોલસાનું બળતણ ચા બનાવવા વપરાય છે જેથી આ વિશ્વ સંકટ તેને કોઈ અસર કરી શક્યું નહીં આજે બળતણમાં પથ્થરના અંગારાથી માંડી ગેસની પાઇપલાઇન સુધી બળતણ સાધનોનો વિકાસ થયો છે ક્યારે ભુરાભાઈ અને ચાવડાભાઈ વંશ પરંપરાગત ઇંધણ બારે ય માસ વાપરતા હોઈ તેને આ સંકટની કોઈ અસર ડગાવી શકી ન હતી અને બે ટંકની હાજી કા રળી પોતાનું પેટીયુ રળી ખાય છે સત્તાવાળાઓની કુશળતા અને વ્યવસ્થા આવા સંજોગોમાં સારી હતી આમ છતાં પોતાના વારસા ઈંધણ ઉપયોગથી કોલસા લાકડા બળતણથી આ સંકટ પાર કરી શકાયું.
