સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો

જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…

જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી

દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો જથ્થો દમણ, પંજાબ અને હરિયાણાથી આવ્યો હતો

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં બુટલેગરો દ્વારા કરવામાં આવતી દારૂૂની હેરાફેરી પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) અને સ્થાનિક પોલીસની ટીમોએ તવાઈ બોલાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી આ આક્રમક કાર્યવાહીમાં કરોડો રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી દારૂૂબંધીના કાયદાનો અમલ કરાવતી એજન્સીઓએ બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ખાસ કરીને જાફરાબાદ, વીંછીયા, જસદણ, હાઈવે પરના ચેકિંગ અને કચ્છના ભચાઉમાં મોટા પાયે દારૂૂનો જથ્થો પકડાયો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પંજાબ અને દમણ જેવા વિસ્તારોમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂૂના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

દારૂૂના જથ્થાની વિગતો તપાસતા, અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે દમણથી લવાયેલ 22.75 લાખનો દારૂૂ SMCએ ઝડપી લીધો છે. વીંછીયામાં SMCએ રેડ પાડી 74.07 લાખનો દારૂૂ પકડ્યો છે, જ્યારે જસદણમાંથી 1.40 કરોડની કિંમતની 1699 પેટી દારૂૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જે પંજાબથી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. રાજકોટ પીસીબીની ટીમે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 34.74 લાખનો દારૂૂ ઝડપ્યો હતો. આ ઉપરાંત, કચ્છના ભચાઉમાં ચોખાની આડમાં છુપાવેલ 29.80 લાખનો દારૂૂ અને રાજકોટના શાપર-જેતપુરમાંથી એક લાખનો દારૂૂ પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 42,135 થી વધુ વિદેશી દારૂૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. ધરપકડની વાત કરીએ તો, જાફરાબાદમાં 11 આરોપીઓના નામ ખુલ્યા છે, જ્યારે વીંછીયામાં ટ્રક ચાલકની ધરપકડ થઈ છે અને અન્ય 5 શખ્સો વોન્ટેડ છે. જસદણ અને રાજકોટ હાઇવે પરથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભચાઉમાં 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જયારે જામનગરમાંથી 57 લાખનો દારૂ તેમજ તેની સાથે 7500ની દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી.

દમણથી જાફરાબાદ દરિયાકાંઠે આવેલો 33.89 લાખનો દારૂ પકડાયો
જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઇંગ્લિશ દારૂૂનો જથ્થો આવતા પીઆઈ આર.કે. કરમટાની ટીમએ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂૂ અને અન્ય મુદ્દામાલ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.જખઈ ટીમે બોટમાંથી 6,859 ઇંગ્લિશ દારૂૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹22,75,480 છે. આ ઉપરાંત, 6 વાહનો અને 7 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને ₹33,89,380 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં જાફરાબાદનો પ્રકાશ બાબુભાઈ શિયાળ (દારૂૂ લેનાર), કોડીનારનો રમેશ રણશીંગભાઈ મેર (બોટનો ડ્રાઇવર), જાફરાબાદનો કાલુલાલ કમલચંદ રાવત (દારૂૂ ઉતારનાર મજૂર) અને વિજય ભુપતભાઈ બારૈયા (દારૂૂ ઉતારનાર મજૂર) નો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન, અન્ય 11 શખ્સોના નામ ખુલ્યા છે જેઓ ફરાર છે. તેમાં જાફરાબાદનો રામભાઈ બારૈયા (સ્ટોક મંગાવનાર), જાફરાબાદનો ભુરો (સ્ટોક લોડ કરવા આવેલ વ્યક્તિ), દમણથી સ્ટોક મોકલનાર અજાણ્યો શખ્સ, કોડીનારનો માછીમાર બોટનો ડ્રાઇવર તમન્ના જાવેદ કાસમ રફાઈ, નવાબંદર ગીર સોમનાથનો માછીમારી બોટનો માલિક તમન્ના ઇસ્માઇલ અબ્દુલા પટેલિયા, ઘટનાસ્થળેથી ફરાર થયેલા 5 શખ્સો, નંબર પ્લેટ વગરની રિક્ષાનો એક ડ્રાઇવર અને માલિક, નંબર પ્લેટ વગરની અન્ય રિક્ષાનો એક ડ્રાઇવર અને ત્રણ માલિક, એક્સેસ બાઇક (ૠઉં14ઇઇં 8525) નો માલિક અને રિક્ષાચાલક રાજદીપ સોલંકીનો સમાવેશ થાય છે. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં દારૂૂની હેરાફેરી માટે બુટલેગરો હવે હાઇવે અને માર્ગો ઉપરાંત દરિયાઈ સીમાનો પણ સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે.

ભચાઉમાંથી ચોખાની આડમાં રૂા.28.80 લાખના દારૂ સાથે પાંચ ઝડપાયા

ભચાઉ નજીક ચોખાની આડમાં ટ્રેઇલરમાં છુપાવીને લઇ અવાતો દારૂૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન ટ્રેઇલરમાં સવાર બે તથા પાઈલોટિંગ કરતી કારમાંથી ત્રણ શખ્સોની અટક કરી રૂૂા. 28,80,000નો શરાબ જપ્ત કરાયો હતો. દારૂૂનો જથ્થો ગાંધીધામના શખ્સોએ મગાવ્યો હતો. બીજી બાજુ ખેડોઇ નજીક બોલેરોમાંથી રૂૂા. 1,24,000ના દેશી દારૂૂ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન એક ટ્રેઇલરમાં દારૂૂ આવતો હોવાની અને એક કાર તેનું પાયલોટિંગ કરતી હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. દરમ્યાન પોલીસે રંગલા પંજાબ હોટેલેની સામે વોચ ગોઠવી હતી. બાતમીવાળું ટ્રેઇલર નંબર એચ.આર.-62-એ-2913 આવતાં પોલીસે તેને રોકાવ્યું હતું. આ વાહનમાંથી રોહતક હરિયાણાના રાજુ પ્રેમ ઉર્ફે ડોલુ ધાણક તથા ટીંકુ સતપાલ જાટને પકડી લેવાયા હતા.

કાર નંબર એચ.આર.-32-પી-4259 આવતાં તેને રોકાવી તેમાંથી મોન્ટુ મહેન્દ્ર જાટ, અમન રાજેન્દ્ર જાટ, સાહિલ સુશીલ જાટને પકડી લેવાયા હતા. બંને વાહનો, પકડાયેલા શખ્સોને ભચાઉ પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં ટ્રેઇલરમાંથી ચોખાની 1030 બોરી હટાવી જોતાં અંદરથી દારૂૂની પેટીઓ મળી હતી. આ વાહનમાંથી બ્લૂ સ્ટ્રોક 750 મિ.લિ.ની 4764 તથા ઇમ્પિરિયલ સ્ટાઇલની 750 મિ.લિ.ની 36 બોટલ એમ કુલ્લ રૂૂા. 28,80,000નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સોને હરિયાણાના પ્રદીપ ઉર્ફે દીપુ રામમહેર જાટ, મૂળ ઉત્તરપ્રદેશ હાલે ગાંધીધામમાં રહેતા ધર્મેન્દ્ર હરમાણ ચૌધરી, મિતુ, કિશન નામના શખ્સોએ દારૂૂ ભરાવી આપ્યો હતો. દારૂૂનો આ જથ્થો ગાંધીધામના શક્તિસિંહ તથા તેના ભાગીદાર મુન્નાને આપવાનો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે ટ્રેઇલર, કાર, ચોખાની બોરી, દારૂૂ, મોબાઇલ વગેરે મળીને કુલ રૂૂા. 1,01,68,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જસદણમાં ઘાસના પુળાની આડમાંથી 1.60 કરોડનો દારૂ પકડાયો

જસદણ પોલીસે ઘાસના પૂળાની આડમાં વિદેશી દારૂૂ ઘુસાડવાની પેરવી નાકામ કરી હતી, ચાલકની ધરપકડ કરી તેના કબજામાંથી 1.60 કરોડનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી કરી હતી. જસદણ પોલીસે બાતમીના આધારે જસદણ-લીલાપુર રોડ પર દરોડો પાડીને ટ્રકમાંથી વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તેની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ટ્રકમાં ઉપરના ભાગે ઘાસના પૂળા એટલે કે ઘુસો ભરેલો હતો પરંતુ નીચે ખૂબ જ યોજનાબદ્ધ રીતે વિદેશી દારૂૂની 1,699 પેટીઓ છૂપાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 81,000 થી વધુ દારૂૂની બોટલ અને ટ્રક મળીને કુલ રૂૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલક રાહુલ ગુગડવાલની સ્થળ પર જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પીસીબીની ટીમે 34.74 લાખનો દારૂ પકડાયો
રાજકોટ શહેર પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ભગીરથ પેટ્રોલ પંપ સામે પી.સી.બી.એ ટ્રકમાં ભરેલો રૂૂ.44.79 લાખથી વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપી પાડી રાજસ્થાનના બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દારૂૂનો જથ્થો મગાવનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પીસીબીની ટીમના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ત્રાજીયા અને ઉમેશભાઇ ચાવડા સહીતના સ્ટાફે બાતમીના આધારે ટ્રકમાંથી મહારાષ્ટ્રમાં વેચાણ માટેનો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કીની 750 એમએલની 2064 બોટલ, ઓક્સિજન ઓરેન્જ વોડકાની 750 એમએલની 2544 બોટલ તેમજ 180 એમએલની 768 બોટલ મળી કુલ રૂૂ.34.74 લાખથી વધુ કિંમતનો દારૂૂ જપ્ત કર્યો હતો. ઉપરાંત ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ રૂૂ.44,79,912નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રહેવાસી થાનસિંહ તોતારામ કુશવાહ (ઉ.વ.34) અને ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહ (ઉ.વ.29)ની ધરપકડ કરી છે. જ્યારે સુમન ઔતારસિંહ ગુર્જર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વીંછિયામાંથી એસએમસીની ટીમે 28368 દારૂની બોટલ જપ્ત કરી
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂબંધીના કાયદાના અમલીકરણ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વિંછીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા થોરીયાળી-વિંછીયા પટીયાદ રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં કુલ રૂૂ. 94.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.SMC ના PSI એ.જી. અનુરકરન અને તેમની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂૂ. 74,07,888/- ની કિંમતના વિદેશી દારૂૂના 591 બોક્સ (કુલ 28,368 બોટલ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂૂ. 20,00,000/- ની કિંમતનો એક ટ્રક, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂૂ ખાસ કરીને ચંદીગઢ અને રાજસ્થાનમાં વેચાણ માટે બનાવવામાં આવ્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ઓમપ્રકાશ ખેરાગ્રામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂૂનો સપ્લાયર શૂટર (રાજસ્થાન), દારૂૂ મંગાવનાર વિજય લગધીરભાઈ ખાચર (સુરેન્દ્રનગર), પ્રતીક ઉર્ફે છોટું પ્રફુલભાઈ સોમૈયા (સુરેન્દ્રનગર), ઉદય કલ્લુભાઈ ખાચર (વિંછીયા) અને ટ્રક માલિકનો સમાવેશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *