તીરંદાજી વર્લ્ડ કપમાં ચીનને હરાવી ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ

ભારતીય મહિલા ટીમે ગઇકાલે ચીનને એની જ ધરતી પર તીરંદાજીના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. ત્રણ તીરંદાજની ભારતીય ટીમે ચીનને રસાકસીભરી…

ભારતીય મહિલા ટીમે ગઇકાલે ચીનને એની જ ધરતી પર તીરંદાજીના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. ત્રણ તીરંદાજની ભારતીય ટીમે ચીનને રસાકસીભરી ફાઈનલમાં 5-4 (28-26)થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો. ગઇકાલે 10મી મેએ ‘મધર્સ ડે’નો દિવસ ભારતની મહિલા ટીમને ખૂબ ફળ્યો. આ દિવસે દેશની ત્રણ દીકરીઓએ ચીની સ્પર્ધકોને તેમની જ ધરતી પર લપડાક લગાવીને ભારત માતાને સુવર્ણચંદ્રક અપાવ્યો છે, ચાર વર્ષે ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન તીરંદાજ દીપિકા કુમારી તેમ જ અંકિતા ભકત અને કુમકુમ મોહોદ સહિતની ભારતીય ટીમ અને ચીનની ટીમ વચ્ચે આર્ચરી વર્લ્ડ કપના બીજા તબક્કાના આ નિર્ણાયક મુકાબલામાં ચાર સેટના અંતે સ્કોર બરાબરીમાં હતો. ત્યાર બાદ પરિણામ લાવવા માટે શૂટ-ઑફ રાખવામાં આવ્યું હતું. ફાઈનલનું પરિણામ બેમાંથી કોઈ પણ દેશની તરફેણમાં જઈ શકે એમ હતું. બંને દેશ તરફી ખેલાડીઓ અને પ્રેક્ષકોના જીવ અધ્ધર કરી મૂકે એવી દિલધડક સ્થિતિ સર્જાઇ હતી. જોકે થોડા વર્ષ પહેલાં વિશ્વમાં નંબર વન પર રહી પર રહી ચૂકેલી દીપિકા કુમારીએ ભારે માનસિક દબાણ વચ્ચે નવ (9)ના સ્કોર સાથે ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે 5-4 (28-26)થી જીત હાંસલ કરતા જ દેશના નામે અનેરી સિદ્ધિ લખાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *