દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત, દારૂડિયાઓ મહિલાઓની છેડતી કરતાં હોવાનો આક્ષેપ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો, જેમાં સરપંચ, અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે દારૂૂના વેચાણને તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે 24 કલાકમાં દેતડ ગામમાં દારૂૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની લેખિત રજૂઆત કરી હતી.
ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામમાં દારૂૂના ખુલ્લેઆમ વેચાણને કારણે મહિલાઓ અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જેનાથી તેમની સુરક્ષા જોખમાઈ રહી છે. દેતડ ગામની સ્થાનિક મહિલા અસ્મિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં દારૂૂનું વેચાણ ખૂબ વધી ગયું છે. દારૂૂ પીધેલા લોકો મહિલાઓ અને દીકરીઓની છેડતી કરે છે. અમારા પતિ મજૂર છે અને અમે 24 કલાક એકલા રહીએ છીએ. જો અમારી દીકરીઓને કંઈ થશે તો કોણ જવાબદાર રહેશે?”
અમરેલી જિલ્લા ઠાકોરસેનાના ઉપાધ્યક્ષ પંકજ ઉનાવાએ જણાવ્યું કે, “મને દેતડ ગામમાંથી દારૂૂ મુદ્દે વારંવાર ફોન આવતા હતા. આજે ગ્રામજનો સાથે મળીને પીએસઆઈને રજૂઆત કરી છે. જે બુટલેગરો ગામમાં બેફામ રીતે દારૂૂ વેચે છે, તેનાથી લોકો, બહેન-દીકરીઓ અને સજ્જન માણસો કંટાળી ગયા છે. 24 કલાકમાં દેતડ ગામમાં દારૂૂનો વેપલો સંપૂર્ણ બંધ થવો જોઈએ, જેથી ગામમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે.”
