અમદાવાદના જોધપુરની એક સોસાયટીમાં ભાડાના ફલેટમાં રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યોરિટી ગાર્ડે ગળે વાયર બાંધી દૂષ્કર્મ આચવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેઝ તપાસી આરોપીને ઝડપી લીધો છે. ભોગ બનનાર યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે. આ ઘટનાની ફરિયાદ બાદ બીજા દિવસે પોલીસે આરોપીને બનાવ સ્થળે પંચનામુ કરવા લઇ ગઇ ત્યારે આરોપીએ પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવ માટે આરોપીના પગમાં ગોળી ધરબી દીધી હતી અને તેના કારણે તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને કગરવા લાગ્યો હતો કે, સાહેબ હવે પછી આવુ નહી કરુ એકવાર માફ કરી દો. આ ઘટનામાં પોલીસ પર હુમલો કરતા તેમની વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, અમદાવાદના જોધપુરની એક સોસાયટીમાં ભાડાના ફલેટમાં રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી હતી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTVમાં કેદ થયું છે. યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે અને હાલમાં સારવાર હેઠળ છે. આજે (9 ઓગસ્ટ) વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની હેબતપુર પાસેથી ધરપકડ કરાઈ છે. આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો.
રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે તેની પાછળ જઈને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, દુષ્કર્મ બાદ આરોપી ભોગ બનનારનો ફોન લઈને નાસી ગયો હતો. આરોપી ધાબાનો દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. ભોગ બનનારે બૂમો પાડતા નીચે રહેતા લોકો ઉપર આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો હતો. અગાઉ મેઘ અને રાજપૂત સિકયુરિટી કંપનીમાં કામ કરતો હતો.
દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માગતા-માગતા એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘સાહેબ હવે પછી આવું નહી થાય, એકવાર માફ કરી દો’. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા.ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો પણ નોંધવામાં આવશે. પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્તો સારવારમાં છે.
રાત્રે ધાબા પરની એ 80 મિનિટ યુવતી ક્યારેય ભૂલી નહીં શકે
અમદાવાદના જોધપુર ગામની એક સોસાયટીના ફ્લેટમાં પીડિતા અન્ય બે યુવતીઓ સાથે ભાડા પર રહે છે. 8 ઓગસ્ટે રાત્રિના 9 વાગ્યાના અરસામાં યુવતીએ મોમોસ મંગાવ્યા હોય તે લઈને ધાબા પર પહોંચી હતી. મોબાઈલ જોઈને મોમોસ ખાઈ રહી હતી. આ સમયે જ સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ પણ ધાબા પર પહોંચ્યો. સામાન્ય દિવસે 9 વાગ્યા આસપાસ સોસાયટીના અન્ય લોકો પણ ધાબા હોય છે પરંતુ, 8 ઓગસ્ટે યુવતી અને ધર્મસિંહ સિવાય કોઈ નહોતું.
સવા નવ વાગ્યે યુવતીના મોબાઈલની બેટરી પૂરી થતા નીચે જવાની તૈયારી કરતી હતી. આ સમયે જ ધર્મસિંહ તેની નજીક આવ્યો અને બિભત્સ માગણી કરી. યુવતી ડરી જતા નીચે જવા પ્રયત્ન કરતા જ ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર નાખી યુવતીને નીચે પાડી ગળું દબાવી દીધું અને વાયર ગળામાં જ ભરાવી રાખી દુષ્કર્મ આચર્યું હતું. રાતે 10:20ની આસપાસ ધર્મસિંહ ધાબા પરથી નીચે ઉતર્યો ત્યારે યુવતીનો ફોન પણ સાથે લઈ લીધો હતો. ધર્મસિંહે પણ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.યુવતી એકલી હોવાથી ડરી ગઈ અને તેની સાથે બનેલી ઘટનાને કારણે આઘાતમાં જતી રહી હતી છતાં ધાબા પર બૂમાબૂમ કરી. જેના કારણે ફ્લેટમાં પાંચમાં માળે રહેતા લોકો ભેગા થયા અને મદદે પહોંચ્યા.ઘટના બાબતે પોલીસને જાણ કરાતા 112ની એક ટીમ સવા અગિયાર આસપાસ ફ્લેટ પર પહોંચી ગઈ.
નરાધમને ફાંસી આપવા માંગ
કચ્છથી સેંકડો ક્ધયાઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જાય છે અને પી.જી.માં રહે છે ત્યારે આનંદનગરની ઘટનાએ કચ્છના વાલીઓમાં ચિંતા ફેલાવી છે. સિકયુરિટી ગાર્ડને પૂરી ખરાઇ કરીને રાખવામાં આવ્યો નહોતો ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર આ મામલે કડક બને અને નિયમોનું પાલન કરાવે તે જરૂૂરી છે. અમદાવાદમાં ચાલતા સંખ્યાબંધ પી.જી.માં સિકયોરિટી ગાર્ડ ઉપરાંત અન્ય તમામ કર્મચારીઓને યોગ્ય ખરાઇ બાદ જ નીમવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ ફિટકારરૂૂપ ઘટનાના પગલે સ્થાનિકો, કચ્છના વાલીઓ તથા પીડિતાના પરિજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને નરાધમને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ પણ ઊઠી છે.
