રસ્તાઓ, બાગ-બગીચાઓમાં ફરીને બંધાણીઓને શોધતી પોલીસ

રેસકોર્ષમાં પડયા પાથર્યા રહેતા મફતિયાઓ મૂઠીઓ વાળીને ભાગ્યા 31 ડીસેમ્બરને લઇને રાજકોટ શહેર પોલીસ છેલ્લા 3 દીવસથી એલર્ટ મોડમા આવી ગઇ છે પોલીસ અધીકારીઓ જાતે…

રેસકોર્ષમાં પડયા પાથર્યા રહેતા મફતિયાઓ મૂઠીઓ વાળીને ભાગ્યા

31 ડીસેમ્બરને લઇને રાજકોટ શહેર પોલીસ છેલ્લા 3 દીવસથી એલર્ટ મોડમા આવી ગઇ છે પોલીસ અધીકારીઓ જાતે શહેરમા ચેકીંગ માટે નીકળ્યા હતા શહેરનાં અલગ અલગ રસ્તાઓ અને ચોકમા ચેકીંગ ઉપરાંત બાગ – બગીચામા પણ પોલીસે ચેકીંગ કરી બંધાણીઓને ચેક કર્યા હતા તેમજ બાગ – બગીચાઓમા પડયા પાથર્યા રહેતા મફતીયાઓ પોલીસ ચેકીંગમા મુઠીઓ વાળીને ભાગ્યા હતા.

31 ડીસેમ્બરની ઉજવણીને ધ્યાનમા રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રાજકોટનાં નાગરીકો સુરક્ષીત મહેસુસ કરે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા , અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડીસીપી ઝોન 1 હેતલ પટેલ , ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇ , ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનાં નીરીક્ષણ હેઠળ તમામ એસીપી અને જે તે પોલીસ મથકનાં પીઆઇ સહીતનો સ્ટાફ રસ્તા ઉ5ર ચેકીંગ માટે ઉતર્યો હતો છેલ્લા 3 દીવસથી પોલીસ દ્વીચક્રી વાહનોથી લઇ ફોર વ્હીલ અને લકઝરી કાર સુધીનાં વાહનોની તપાસ અને ચેકીંગ કરી રહી છે ગુજરાતમા દારુ બંધીનાં કડક અમલ અને 31 ડીસેમ્બર છાટો પાણી કરતા પ્યાસીઓને પકડવા પોલીસ બ્રેથએનેલાઇઝરથી ચેકીંગ કરે છે.

રાજકોટ શહેરનાં અલગ અલગ રસ્તાઓ ઉપર ચેકીંગ ઉપરાંત પોલીસે બાગ બગીચાઓમા પણ ચેકીંગ કરીને બંધાણીઓને શોધ્યા હતા . પોલીસનાં આ ચેકીંગ વખતે રેસકોર્ષ સહીતનાં બગીચાઓમા પડયા પાર્થયા રહેતા મફતીયાઓએ મુઠીયુ વાળી ભાગ્યા હતા 31 ડીસેમ્બરની આજે ઉજવણી થનાર છે અને રાત પડશે અને દીવસ ઉગશે તેવી સ્થીતી વચ્ચે પણ પોલીસ એલર્ટ બની છે . અને સાંજે 8 વાગ્યાથી આજે ચેકીંગ કરી દેશે શહેરનાં 4 ડીસીપી અને 6 એસીપી તેમજ ર0 પીઆઇ સાથે પોલીસનાં 1પ00 થી વધુ માણસો ચેકીંગમા તૈનાત રહેશે.

 

ડીસીપી હેતલ પટેલે ગરીબ પરિવારોને મળી પૂછયું, ‘કોઇ હેરાન નથી કરતું ને’

ડીસીપી ઝોન 1 હેતલ પટેલ જાતે ચેકીંગમા નીકળ્યા હતા તેમની સાથે ભકિતનગર પીઆઇ એમ. એમ. સરવૈયા તેમજ એલસીબી ઝોન 1 નાં પીએસઆઇ એમ. કે. મોવલીયા અને તેમની ટીમ સાથે રહી હતી ડીસીપી હેતલ પટેલ બગીચામા ચેકીંગ કરી રહયા હતા ત્યારે તેમની નજર એક ઘર વીહોણા ગરીબ પરીવાર પર પડી હતી જે બગીચામા આશરો મેળવી બેઠા હોય ત્યારે મહીલા ડીસીપી હેતલ પટેલે આ પરીવારને રુબરુ મળી અને પુછયુ હતુ કે કોઇ હેરાન તો નથી કરતુ ને અને તમે અહી સુરક્ષીત છો ને ડીસીપીએ આ ગરીબ પરીવારને કોઇ મુશ્કેલી હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *