તા. 25/06/2025 ના રોજ શાપર-વેરાવળ વિસ્તારમાં બુધવારી અનુસંધાનમાં ખુબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો ખરીદી માટે એકઠા થતા હોય બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં અરજદાર શ્રી નરશુબેન પ્રકાશભાઇ હિંગાડીયા રહે, રીબડા રેલ્વે સ્ટેશન પાસે તા. ગોંડલ મુળ રહે, ધાર (મધ્ય પ્રદેશ) વાળાઓ પો.સ્ટે. રૂૂબરૂૂ આવેલ અને મદદ માંગેલ કે, પોતે આજરોજ શાપર ખાતે બુધવારીમાં ખરીદી કરવા પોતાના દીકરાને સાથે લઇને આવેલ હોય જે પોતાનો દીકરો ઉ.વ. 05 વર્ષનો બુધવારીની ભીડમાં છુટો પડી ગયેલ છે તેમ તેમ જાણ જાણ કરી પોલીસ મદદ માંગેલ હતી.
શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી આર.બી.રાણા નાઓએ ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરવા સારૂૂ રવાના કરેલ હોય જે ટીમો દ્વારા આ કામે સી. સી.ટી.વી. ફુટેજ ચેક કરી તેમજ લોકોની પુછપરછ કરી આ કામે ગુમ થનાર બાળકને વેરાવળ મચ્છી માર્કેટ પાસેથી શોધી કાઢી તેના માતા પિતાને જરૂૂરી સલાહ સુચનો આપી તેના પરીવાર સાથે મિલન કરાવેલ હતુ.
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.બી.રાણા તથા એ.એસ.આઇ. મુકેશભાઇ ડાભી તથા દિવ્યરાજસિંહ સરવૈયા તથા પો.હેડ કોન્સ. જયદીપસિંહ વાઘેલા તથા વિરમભાઇ ભીંભા તથા પો.કોન્સ જગશીભાઇ ઝાલા તથા દિવ્યેશભાઇ શામળા તથા મનસુખભાઇ ચૌહાણ તથા વિમલભાઇ વેકરીયા તથા બ્રિજરાજસિંહ જાડેજા તથા અલ્પેશભાઇ ડામસીયા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
