સહેલીએ સગીરાની માતાને કહ્યું, તમારી દીકરીનો ઘરે આવી જ નથી!
જામનગર રોડ માધાપરના ગેઇટ પાસે રહેતી સગીરા પોતાની ફ્રેન્ડના ઘરે નવયુગ પરામાં જવાનું કહી ગયા બાદ લાપતા થતા માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પતિ કમળાની બિમારીના કારણે સાતેક વરસ પહેલા મરણ ગયેલ છે. અને મારે સંતાનમાં એક દિકરો તથા એક દીકરી છે.તેમજ મારા નણંદની દીકરી અમારી સાથે રહે છે.અને મારી દીકરી 12 વર્ષની દીકરી હાલમા સરકારી સ્કુલમા સાતમા ધોરણમા અભ્યાસ કરે છે.
ગઇકાલ તા.27/06ના રોજ સવારના હુ મારી નોકરી પર એઇમ્સ હોસ્પિટલે ગયેલ હતી અને મારો દીકરો તથા મારા નણંદની દીકરી ઘરે હતા ત્યારે મા રી દીકરીએ કહેલકે મારે મારી ફ્રેન્ડના ઘરે નવયુગપરામાં તેની બહેનના કંકુ પગલા કરવાના હોય જેથી જવુ છે.તેમ કહી આ મારી દીકરી એકલી જ જતી રહેલ ત્યારબાદ હુ નોકરીમાંથી સાંજે ઘરે આવેલ અને મારી દીકરી ઘરે દેખાતી ન હોય જેથી તેની બાબતમા પુછતા નણંદની દીકરીએ મને કહેલ કે તે તેની ફ્રેંડ ના ઘરે ગયેલ છે જે હજુ સુધી ઘરે આવેલ ન હોય જેથી અમે મારી દીકરી ની ફ્રેંડના ઘરે તપાસ કરતા તેણે કહેલ કે તમારી પુત્રી અમારા ઘરે આવેલ જ નથી.
જેથી અમે અમારા સગા વ્હાલામા બધે તપાસ કરતા ક્યાય મળી આવેલ ન હોય અને મારી દીકરી પોતાની સાથે મારો મોબાઇલ પણ લેતી ગયેલ છે અને આ મોબાઇલમા ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવે છે જેથી આ મારી દીકરીનુ કોઇ અપહરણ કરી લઇ ગયેલ હોય તેની ફરિયાદ કરવા માટે મારા દિકરા તથા મારી નણંદની દીકરી સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી.
