Notice: Trying to get property 'slug' of non-object in /home/gujaratmirror/public_html/wp-content/plugins/sortd/admin/class-sortd-redirection.php on line 441
Connect with us

સૌરાષ્ટ્ર

અંબર ચોકડી નજીકથી કેફી પીણાની 47 બોટલ કબજે કરી ગુનો નોંધતી પોલીસ

Published

on

જામનગરની અંબર ચોકડી પાસે આવેલી પાનની દુકાનમાંથી ગઈકાલે પોલીસે આયુર્વેદિક પીણાના નામ હેઠળ વેચાતા કેફી પીણાની 47 બોટલ કબજે કરી છે. જ્યારે સિક્કામાં ઠંડા પીણાની એક દુકાનમાંથી 123 બોટલ મળી આવી છે. બંને દુકાનદાર સામે પોલીસે નોંધ કરી છે.
જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં આયુર્વેદિક પીણાના નામે વેચાતા નશાકારક પીણાને પકડી પાડવા તથા આવા પીણાને કબજે કરી લેવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપી છે. જેના પગલે ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની હનુમાન ગેઈટ પોલીસચોકીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના દશરથસિંહ પરમાર તથા મયુરસિંહ કાળુભાને બાતમી મળી હતી કે, અંબર ચોકડી નજીક પાનની એક દુકાનમાં આ પીણું વેચાઈ રહ્યું છે.
તે બાતમીથી પીઆઈ એચ.પી. ઝાલાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એચ.બી. વડાવીયાના વડપણ હેઠળ પોલીસે ત્યાં આવેલી શંકર વિજય નામની પાનની દુકાનમાં તલાશી લેતાં ત્યાંથી હર્બી ગોલ્ડ આસવની 47 બોટલ મળી આવી હતી.
ઉપરોક્ત બોટલ સાથે દુકાનદાર દિગ્વિજય પ્લોટના છેવાડે વિશ્રામવાડીમાં રહેતા કનૈયાલાલ લીલારામ નંદા સામે નોંધ કરવામાં આવી છે અને રૂા.7050ની કિંમતની બોટલ કબજે કરાઈ છે.
ઉપરોક્ત દરોડા પછી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગમાં સિક્કાની પંચવટી સોસાયટીમાં આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. રબારીની સૂચનાથી પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે ચેકીંગ કરતા ત્યાંથી સ્ટોન હીલ આયુર્વેદિક નામના પીણાની 108 બોટલ તથા જેરેજેમ બ્રાંડની 15 બોટલ મળી આવી હતી. રૃા.18450ની કિંમતની 123 બોટલ કબજે કરી પોલીસે દુકાનદાર દિનેશસિંહ જાલમસિંહ કેર સામે નોંધ કરી છે અને આ પીણાની બોટલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાવી છે.

ગુજરાત

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા

Published

on

By

રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ

આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.


બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.

Continue Reading

કચ્છ

રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી

Published

on

By

ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.


કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.


રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.

Continue Reading

ગુજરાત

પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું

Published

on

By


જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.


મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.

Continue Reading
રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય11 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય11 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય12 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય12 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય12 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત12 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય12 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ12 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય12 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત2 days ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending