જુગાર રમતા દશ શકુનીઓ રોકડા રૂા. 3,80,650 સાથે ઝડપાતા પંટરોમાં ફફડાટ
રાજ્યનાં પવિત્ર યાત્રાધામથી પ્રસિધ્ધ ચોટીલાનાં શહેર વિસ્તારમાં પોલીસે ગત સાંજે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી મેઇન બજારમાં છત્રીચોક પાસે રહેણાંક મકાનમાં ઉપરનાં માળે ચાલતા જુગારના અડ્ડા ઉપર દરોડો પાડી 10 શકુનીઓને કુલ રૂૂ. 4.28.150 નાં મુદ્દામાલ સાથે પકડી પાડતા જુગારી આલમમાં ફફડાટ ફેલાય ગયો છે.
કહેવાય છે કે ચોટીલા પંથકમાં અનેક પ્રકારની ગે. કા પ્રવૃતિઓ ફૂલીફાલી હોવાની ચર્ચા વચ્ચે ગોરખધંધા અંકુશમાં લેવા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વિશાલ રબારી ની કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી પોલીસે સતર્કતા હાથ ધરેલ હતી.
ગત સાંજે પેટ્રોલીંગમાં રહેલા પોલીસ કોન્સ્ટેબલ રવીભાઇ ખાચર ને ચોટીલા શહેરમાં છત્રીચોક પાસેની ગલીમાં આપાભાઇ ખાચરના બંધ મકાનમાં ચાણપા ગામના રવિભાઇ સામતભાઇ બસીયા બહારથી માણસો બોલાવી ગંજીપતાનો જુગાર રમી રમાડી નાલના નાણા ઉધરાવી જુગારનો અડ્ડો ચલાવાતો હોવાની હકીકત મળતા થાણા અધિકારીને જાણ કરતા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે.
ચોટીલા પીઆઇ. આઇ. બી. વલવી તથા સ્ટાફના આર.ડી.રાજયા, સી.એમ.ગમારા, કે.એમ.મકવાણા, રવીરાજભાઈ ખાચર, ભરતભાઈ તરગટા, હિતેશભાઇ મકવાણાની ટીમે બાતમી વાળા રહેણાંક મકાન ઉપર છાપો મારતા ઉપરના માળે બિન્દાસ રમતા જુગારીઓ સ્તબ્ધ બની ગયા હતા અને પોલીસે અન્ય જિલ્લા અને તાલુકાનાં પત્તા પ્રેમી 10 શકુનીઓને તીનપત્તી નો જુગાર રમતા રોકડા રૂૂ. 3,80,650 તેમજ રૂૂ. 47500 ના દશ મોબાઇલ સાથે કુલ રૂૂ. 4,28,150 ના મુદામાલ સાથે દશ આરોપીઓને તીન પત્તી રોનનો પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ટીમે શહેરમાં મોચી બજારના નાકે વાન માંથી ઉતરી દોટ મુકી હતી અને બાતમી વાળા મકાન ઉપર દરોડો પાડી સફળતા મેળવી હતી. રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપાતા પંટરોમાં ફફડાટ સાથે ચર્ચા નો વિષય બનેલ હતો.
