ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…

ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં એલસીબી ટીમે દારૂૂ ભરેલી રિક્ષા જપ્ત કરી છે.

ચોટીલા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન પીપરાળી ગામની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં બાવળમાં એક બ્રેઝા કાર નજરે પડી હતી. જયારે તેનો ચાલક હાજર ન હતો. કારની ડેકીમાં અને કારની આસપાસ દારૂૂની પેટીઓ પડી હતી. પોલીસે વિદેશી દારૂૂની નાની-મોટી 2868 બોટલ અને કાર સહિત રૂૂ. 15,78,800નો મુદ્દામાલ કબજે કરી કારના ચાલક, માલીક સહીત તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો છે. કારમાંથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની જમીનના ગોવાળીયા કિર્તીરાજ જોરૂૂભાઈના નામના કાગળો અને આધારકાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. બનાવની વધુ તપાસ પીઆઈ જે.એન.સોલંકી ચલાવી રહ્યા છે.

જયારે એલસીબી ટીમના અજયવીરસિંહ, મેહુલભાઈ સહિતનાઓને સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન રીવરફરન્ટ રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ઉભેલી એક રિક્ષા શંકાસ્પદ લાગી હતી. આથી તપાસ કરાતા તેમાંથી દારૂૂની નાની-મોટી 31 બોટલો મળી આવી હતી. આથી રિક્ષા અને 21 હજારનો દારૂૂ મળી કુલ રૂૂ. 71 હજારનો મુદ્દામાલ કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીને ઝડપી લેવા વધુ તપાસ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ આ ઉપરાંત લીંબડી તાલુકાના પરનાળા ગામે તળાવની પાળ પાસેથી લખતરના ઝમર ગામનો રવિ ગોવિંદભાઈ મહેરીયા દારૂૂની 1 બોટલ કિંમત રૂૂ. 2151 સાથે પાણશીણા પોલીસના હાથે પકડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *