રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે બાતમીના આધારે વીરપુર- ગોંડલ નેશનલ હાઇવે પર ઇન્દ્રપ્રસ્થ ગેટની અંદર ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને રૂૂ. 45,43,060નો ઈંગ્લીશ દારૂૂ અને વાહનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વીરપુર પોલીસના પીઆઇ.એસ.જી .રાઠોડ તેમજ વીરપુર પોલીસ ટીમ નેહાબેન જોટાણીયા,વિજયભાઈ ગોહેલ, જિગ્નેશભાઈ ચૌહાણ,નિશાંતભાઈ પરમાર, કૌશિકભાઈ ચાચાપરા,રઘુભાઈ વાળા,શરીફભાઈ કારાવત સહિતનાને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે હાઇવે પર અમુક ઈસમો વાહનોમાંથી દારૂૂનું કટિંગ (હેરાફેરી) કરી રહ્યા છે.
પોલીસે તાત્કાલિક રેડ કરતા આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે રિયાજ ઉર્ફે પિન્ટુ આમદભાઈ હેરંજા (રહે. રાજકોટ) નામના શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે આઈશર ટ્રકમાં ખાસ ચોર ખાનું બનાવેલું છે, જે તપાસતા તેમાંથી વિપુલ પ્રમાણમાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ગ્રીન લેબલ અને એઈટ પીએમ વ્હિસ્કીની બોટલો અને ચપલા મળી લાખો રૂૂપિયાનો દારૂૂ કબજે કર્યો છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ એક આઈશર ટ્રક, બોલેરો પીકઅપ, અશોક લેલન બડાદોસ્ત વાહન અને સ્વિફ્ટ કાર તેમજ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં દારૂૂ મંગાવનાર તોસીફ ઉર્ફે બાઘો, વાહનોના ચાલકો અજય કોળી, અલ્તાફ ઠેબા, રાણાભાઈ રબારી અને દારૂૂ મોકલનાર સહિતના અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી રિયાજ અગાઉ જામનગર અને ગોંડલમાં પણ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે.હાલ વીરપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે.
