જસદણના અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડી ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને એક ભોગ બનનાર મહિલાને સાક્ષી બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ જસદણ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડ સામે આવેલી આંબલી હોટલની ગલીમાં ભાડે રાખેલા ’અમર ગેસ્ટ હાઉસ’માં રમેશભાઈ પરમાર નામનો શખ્સ બહારથી સ્ત્રીઓ બોલાવી વૈશ્યાવૃતિનો ધંધો ચલાવે છે. આ બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈની આગેવાનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જેમાં તપાસ દરમિયાન રીસેપ્શન કાઉન્ટર પરથી રમેશભાઈ કાળુભાઈ પરમાર (ઉ.વ. 42, રહે. જસદણ) મળી આવ્યો હતો. ગેસ્ટ હાઉસના રૂૂમ ચેક કરતા રૂૂમ નં. 102 માંથી વાપર્યા વગરના કોન્ડોમ મળી આવ્યા હતા. અને રૂૂમ નં. 103 માં એક મહિલા મળી આવી હતી, જેણે કબૂલાત કરી હતી કે રમેશ પરમારે તેને દેહવ્યાપાર માટે બોલાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રમેશ પરમાર ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી ભોગ બનનાર મહિલાને ગ્રાહક દીઠ રૂૂ. 500 આપતો હતો અને બાકીના નાણાં કમિશન તરીકે રાખી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ગેસ્ટ હાઉસમાં કોઈ પણ પ્રકારના આઈ.ડી. પ્રૂફ લીધા વગર ગ્રાહકોને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.પોલીસે આરોપી રમેશભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 143(2) તથા અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમ 1956 ની કલમ 3(1), 4(1), 5(1)(એ) અને 5(1)(ડી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રેખાબેન મોહનભાઇ રાઠોડને સોંપવામાં આવી છે.
