આધ્યાત્મિક અને પારિવારિક શાંતિ માટે ઘરસભા મહત્વની – મહંત સ્વામી મહારાજ

’અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા ’ કથા શ્રેણી દરમ્યાન રવિવારનાં દિવસે સંસ્થાનાં વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામિએ સવારની કથામાં શ્રોતાગણ હરિભક્તોને ખુબ જ સુંદર અને મનનીય કથાવાર્તાનો…

’અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા ’ કથા શ્રેણી દરમ્યાન રવિવારનાં દિવસે સંસ્થાનાં વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામિએ સવારની કથામાં શ્રોતાગણ હરિભક્તોને ખુબ જ સુંદર અને મનનીય કથાવાર્તાનો લાભ આપ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજની પ્રાત:પૂજા દરમ્યાન નાના નાના બાળકોએ વચનામૃત અને સ્વામીની વાતો ગ્રંથનાં આધારે ખુબ જ મોટી આધ્યાત્મિક વાતો દ્વારા પોતાની કુશળતા સ્વામીશ્રી અને હરિભક્તો સમક્ષ રજુ કરી હતી.

પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે પોતાના આશીર્વાદમાં જણાવ્યું હતું કે,’ રોજ નિયમિત રીતે બધાનાં અનુકૂળ સમયે ભેગા બેસીને ઘરસભા કરવી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ ની પ્રેરણાથી સૌએ ઘરસભા કરવી જોઈએ, જેથી પરિવારમાં સંપ, સુહૃદયભાવ અને એકતા સ્થપાય, એક બીજા પ્રત્યેને અણસમજણ રૂૂપી કચરો દૂર થઇ એકબીજા પ્રત્યે સંપની ભાવના જાગૃત થશે અને એકતા થશે. ઘરસભામાં સદ્શાસ્ત્રોનું વાંચન કરવાથી એકબીજાનાં દોષો દૂર થઈને પારિવારિક અને આધ્યાત્મિક શાંતિ થશે ’ આજે સાંજની સભા સદભાવી હરિભક્તોનાં વિશેષ કાર્યક્રમો હોય બાળકો અને યુવકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યોની પ્રસ્તુતિ થઇ હતી.

હજારોની સંખ્યામાં પધારેલ ભાવિક ભક્તોની હાજરી દ્વારા ’કેશવ કથા કુંજ ’ સભામંડપ પૂર્ણ રીતે ભરાય ગયો હતો. અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજને સૌને કૌટુંબિક શાંતિ માટે સતત સત્સંગ કરતાં રહેવા માટે સૂચન કર્યું હતું જેથી કરીને જીવન સુમધુર બની જાય. સત્સંગ કરતા રહેવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે તેવાં અને એનાં દ્વારા દરેક સુખી રહે અને સેવા ભક્તિ થાય તેવાં આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *