થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા

બે શખ્સો છરી સાથે ખુલ્લેઆમ ફરતા’તા, પોલીસે દબોચ્યા: 11 વાહનો ડિટેન ટ્રાફિક શાખાએ 339 વાહનચાલકોને 1.39 લાખનો દંડ ફટકાર્યો : 223 લોકોને બ્રેથ એનેલાઇઝરથી તપાસ્યા…

બે શખ્સો છરી સાથે ખુલ્લેઆમ ફરતા’તા, પોલીસે દબોચ્યા: 11 વાહનો ડિટેન

ટ્રાફિક શાખાએ 339 વાહનચાલકોને 1.39 લાખનો દંડ ફટકાર્યો : 223 લોકોને બ્રેથ એનેલાઇઝરથી તપાસ્યા

રાજકોટ શહેરમા નવા વર્ષને આવકારવા માટે યુવાઓમા થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે વર્ષનો છેલ્લો દિવસ થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરના રોજ કાયદાના દાયરામા રહીને લોકો ઉજવે એ માટે પોલીસે અગાઉ નાગરીકોને સુચના આપી હતી તેમજ રાજકોટ શહેરના 1પ00 થી વધુ પોલીસમેન દ્વારા પ0 થી વધુ પોઇન્ટ પર બ્રેથ એનેલાઇઝર વડે લોકોને ચેક કરવામા આવશે તેમજ હાલ રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર સઘન વાહન ચેકીંગ ચાલી રહયુ છે. ત્યારે ગઇકાલે રાજકોટ શહેરમા અલગ અલગ વિસ્તારોમા પોલીસે ચેકીંગ હાથ ધરતા વાહનો લઇને તેમજ પગપાળા નીકળેલા 31 પીધેલા શખ્સોને પકડી પાડયા છે. તેમજ બે વ્યકિતને હથીયાર સાથે ઝડપી પાડવામા આવ્યા હતા.

ત્યારે આજે અલગ અલગ પોલીસ મથક વિસ્તારમા રહેતા દારૂના ધંધાર્થીઓને પણ પોલીસે બોલાવીને દારૂનો ધંધો બંધ કરવા પોતાની ભાષામા સમજાવી દીધા હતા તેમજ પોલીસની અલગ અલગ ટીમો માદક પદાર્થની હેરાફેરી તેમજ દારૂના ધંધાર્થીઓ પર નજર રાખી રહી છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામા આવ્યુ હતુ. જેમા ડીસીપી ટ્રાફીક શાખા પુજા યાદવના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પીઆઇ વસાવા, પીઆઇ એમ. ડી. ગઢવી સહીતના સ્ટાફે ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, ગુંદાવાડી પોલીસ ચોકી ચોક, કિશાનપરા ચોક અને ઘંટેશ્ર્વર વિસ્તારમા વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ અને કુલ 339 લોકોને 1.38 લાખનો દંડ ફટકારવામા આવ્યો હતો આ સમયે ટ્રાફીક શાખાના સ્ટાફે 11 વાહનો ડીટેન કર્યા હતા તેમજ ર વાહન ચાલક વિરૂધ્ધ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવનો કેસ કર્યો હતો તેમજ રર3 લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામા આવ્યા હતા. આ તકે ડીસીપી ટ્રાફીક પુજા યાદવે ગુજરાત મિરર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે આજે થર્ટી ફર્સ્ટના દિવસે સાંજ ઢળતા જ ટ્રાફીક શાખાની ટીમ અલગ અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ કરવા ઉતરી પડશે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે કે રાજકોટ શહેરમા સંવેદશીલ વિસ્તારોમા સીસીટીવી કેમેરા લગાડવામા આવ્યા છે તે તેમજ શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામા આવેલા કેમેરા પર ક્ધટ્રોલ રૂમમાથી ખાસ મોનીટરીંગ કરવામા આવશે તેમજ પોલીસ સ્ટેેશનના વિસ્તારમા આવેલી તમામ હોટલોના સંચાલકોને બોલાવી રજીસ્ટર મેઇનટેન કરવા કડક સુચના આપી દેવામા આવી છે.

દારૂડિયાઓને પકડવા પોલીસનો નવો જુગાડ, રસ્તા પર દોરેલી સફેદ લાઇન પર ચલાવ્યા !
થર્ટી ફર્સ્ટ અનુસંધાને સમગ્ર રાજયમા પોલીસ દ્વારા પોતાની ટીમો રસ્તા પર ઉતારી દેવામા આવી છે તેમજ અલગ અલગ સ્થળો પર વાહન ચેકીંગ કરવામા આવી રહયુ છે ત્યારે વડોદરા શહેરમા દારૂડીયાઓને પકડવા નવો જુગાડ લગાવ્યો છે. એનડીપીએસની ખાસ કીટ મારફતે તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ જાહેર માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની ખાસ તપાસ કરવામા આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના ડીસીપી અભય સોનીએ દારૂડીયાઓને પકડી રસ્તા પર દોરેલી સફેદ લાઇન પર ચલાવ્યા હતા અને સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડયા ખાઇને કોઇ ચાલે તો તેની તપાસ કરવામા આવી હતી. આ જુગાડથી હવે દારૂડીયાઓ પણ માથુ ખંજવાળવા લાગ્યા છે.

કાફેમાં પણ પોલીસનું ખાસ ચેકિંગ, કારમાંથી બ્લેક ફિલ્મ ઉતરાવી

થર્ટી ફર્સ્ટને અનુસંધાને રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરમાર્ગો તેમજ હોટલોમા અને રીસોર્ટમા ચેકીંગ કરવામા આવી રહયુ છે. ત્યારે રાજકોટ ભાગોળે કાલાવડ રોડ ન્યારી ડેમ પાસે આવેલા અલગ અલગ રીસોર્ટ તેમજ કાફેમા મોડી રાત્રે પોલીસ પહોંચી હતી અને ત્યા હોટલના સંચાલકોને રજીસ્ટર મેઇનટેન કરવા સુચના આપી હતી તેમજ હોટલ અને રીસોર્ટમા ગ્રાહકોને દારૂ કે માદક પદાર્થોની સવલત પુરૂ પાડવામા આવતી નથી ને ? તે પણ તપાસવામા આવ્યુ હતુ તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરા અને સ્ટાફે કટારીયા ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ અને કારમા બ્લેક ફીલ્મ લગાડી નીકળતા ચાલકોને રોકી કારમાથી બ્લેક ફીલ્મ કઢાવી ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામા આવી હતી. આ તકે પીઆઇ ડી. એમ. હરીપરાએ જણાવ્યુ હતુ કે આજે થર્ટી ફર્સ્ટના દિવસે અમારી અલગ અલગ 3 ટીમો દ્વારા કટારીયા ચોકડી તેમજ ન્યારી ડેમ વાવડી વિસ્તારમા આવેલા રીસોર્ટ અને હોટલો પર ચેકીંગ કરશે. જો કોઇ સંચાલક દ્વારા ગેરરીતી કરવા આવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *