ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી

પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ…

પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ બનતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

ગોંડલના હાર્દ સમા ગણાતા ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને દાંડિયા રાસમાં અવલ દરજ્જા નું સ્થાન ધરાવતા યુવાનના રંગે ચંગે સમૂહ લગ્નમાં થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. બાદમાં તેના સાંસારિક જીવનમાં અચાનક શું પરિવર્તન આવ્યું હોય તેની પત્ની યાની કી પરિણીતા જુના પ્રેમી સાથે પલાયન થઈ જતા ચર્ચાએ જોર પકડ્યું હતું. દરમ્યાન જ આ પરિવારથી બે ત્રણ શેરી દૂર ખાઇ કાંઠા નજીક રહેતા એક પરિવારમાં પણ આવી જ ઘટના બની હતી એક વર્ષના પુત્રની માતા સમી પરીણતા પણ પ્રેમી સાથે નાસી જતા ટોક ટાઉન વિષય બની જવા પામ્યો હતો.

લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો અને ગુમસુધા નોંધ પણ થઇ છે.ખાઇ કાંઠા નજીક થી પલાયન થયેલ પરિણીતા ગુમ થવા અંગે પોલીસ માં અરજી થઈ હતી જેને લઈ પોલીસે આશરે 17 જેટલા યુવાનો નો હાયડો કરી પોલીસ મથકે પુછ પરછ માટે બોલાવ્યા હતા. તેમાં પૂર્વ નગર સેવિકા નો પુત્ર તેમજ નગર પાલિકા ના એક કર્મચારીના પુત્ર ની પણ પૂછ પરછ થઈ હતી અલબત હજુ સુધી ગુમ થયેલ પરિણીતા ઓ ના કોઈ વાવળ મળ્યા નથી.

બે પરણીતાઓ ઉપરાંત હજુ બે અન્ય પરણીતાઓ પણ પ્રેમીઓ સાથે ઉડન છુ થયાની ચર્ચાઓ એ બજાર ગરમ થયુછે.પરંતુ આ અંગે પોલીસ માં કોઈ ફરીયાદ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *