જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ અને બિયર ના જથ્થા નો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાઘેડી નજીક ખુલ્લા પ્લોટ માં નાશ કરવામાં આવ્યો હતો. જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા રૂૂપિયા 3,12,800 ની કિંમત નો 920 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કરાયો હતો.
ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રૂૂપિયા 3,50,ની કિંમત 1134 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કરાયો હતો. ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી 9,79,450 ની કિંમત માં 2301 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલી અને બિયરનો જથ્થો કબજે કરાયો હતો. જે કુલ મળી 16,42,250 ની કિંમત નો ઇંગ્લિશ દારૂૂ અને બિયરના જથ્થાનો નાઘેડી નજીક ખુલ્લા પ્લોટમાં બુલડોઝર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.જામનગર ગ્રામ્ય વિભાગના એસ.ડી.એમ., ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી, નશાબંધી શાખાના અધિકારીઓ, તથા પંચકોશી એ. અને બી. ડિવિઝન તેમજ સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો.
રૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસ
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ…
