Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
દિવાળી પર્વ દરમિયાન ખંભાળિયા- દ્વારકા પંથકમાં કાળચક્ર ફરી વળ્યું: 6નાં થયા મૃત્યુ
વાડિનાર, ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, રાજપરા, ભાણવડમાં બન્યા અપમૃત્યુના બનાવો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ ભાયા નામના 72 વર્ષના વૃદ્ધ તારીખ 28 મી ના રોજ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડીને જઈ રહ્યા હતા, ત્યારે અહીંના રેલવે સ્ટેશન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી નીકળતા તેઓ કોઈ કારણોસર રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સબીરભાઈ કાસમભાઈ ભાયાએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયામાં શાંતિનિકેતન વાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ લખુભાઈ માંડવીયા નામના 45 વર્ષના યુવાનનું રવિવાર તા. 3 ના રોજ કોઈ કારણોસર મૃત્યુ
નિપજ્યું હોવાની જાણ તેમના મોટાભાઈ કિશોરભાઈ લખુભાઈ માંડવીયાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા રમીલાબેન ઉર્ફે રીન્કુબા કિશોરસિંહ જેઠવા નામના 30 વર્ષના મહિલાને ઉલટી ઉબકા ઉપડ્યા બાદ છાતીમાં ગભરામણ થતાં તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રણજીતસિંહ બહાદુરસિંહ જેઠવાએ ભાણવડ પોલીસને કરી છે.
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતા સતીશકુમાર રમેશચંદ્ર વ્યાસ નામના 50 વર્ષના એડવોકેટ આધેડ રવિવાર તારીખ 3 ના રોજ દ્વારકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે સુદર્શન બ્રિજ પર આવેલા એક પિલર પાસે એકાએક તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પીયુષકુમાર રમેશચંદ્ર વ્યાસએ ઓખા મરીન પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મૂળજીભાઈ માવાભાઈ ડાભી નામના 52 વર્ષના આધેડ ગત તારીખ 1 ના રોજ પોતાના નવા મકાનના ચાલી રહેલા કામની અગાસી પર હતા. ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ અગાસી પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વિશાલભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા અરશીભાઈ ઓઘડભાઈ ગોરાણીયા નામના 45 વર્ષના યુવાન ઘરની અગાસી પરથી ગેલ્વેનાઈઝના પાઈપ નીચે ઉતારી રહ્યા હતા, ત્યારે પાઈપનો એક છેડો જીવંત વીજ લાઈનને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગી હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની લીલુબેન ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
Uncategorized
જિનપિંગને ઝટકો, બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટમાં બ્રાઝીલ નહીં જોડાય
ભારત અને ઇટાલી પહેલેથી જ ના પાડી ચુકયા છે\
રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડને મોટો ઝટકો લાગ્યો છે. બ્રાઝિલે જાહેરાત કરી છે કે તે બીઆરઆઇમાં જોડાશે નહીં. અગાઉ, ચીને આયોજન કર્યું હતું કે નવેમ્બરમાં શી જિનપિંગની બ્રાઝિલની મુલાકાત દરમિયાન, આ લેટિન અમેરિકન દેશમાં બીઆરઆઇનો વ્યાપકપણે વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પહેલા અમેરિકાએ બ્રાઝિલને બીઆરઆઈના જોખમની સમીક્ષા કરવાની ચેતવણી આપી હતી, જેને ચીનની ડેટ ટ્રેપ કહેવામાં આવે છે. આનાથી ચીનગુસ્સે થયું હતું. બ્રાઝિલ ઉપરાંત ભારત પણ બીઆરઆઇથી દૂર રહ્યું છે. ઇટાલી પણ તેમાંથી બહાર નીકળી ગયું છે. ભારત અને બ્રાઝિલ બંને બ્રિક્સના સ્થાપક સભ્યો છે અને ગાઢ મિત્રો છે. રિપોર્ટ અનુસાર, બ્રાઝિલે નિર્ણય લીધો છે કે બીઆરઆઇમાં સામેલ થવાને બદલે તે ચીનના રોકાણકારોને વૈકલ્પિક રીતે સહયોગ કરશે. બ્રાઝિલ સરકારના ટોચના સલાહકારે સોમવારે આની જાહેરાત કરી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિના આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષ સલાહકાર સેલ્સો અમોરિમે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બ્રાઝિલ સાથેના સંબંધોને નવા સ્તરે લઈ જવા જોઈએ પરંતુ અમે બીઆરઆઇને આગળ લઈ જવા પર હસ્તાક્ષર કરીશું નહીં.
તેણે એમ પણ કહ્યું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને અને બ્રાઝિલ બીઆરઆઇમાં જોડાય તો ટૂંકા ગાળામાં ફાયદો થશે પરંતુ લાંબા ગાળે અમેરિકા સાથેના સંબંધો વધુ બગડશે. અગાઉ, અમેરીમ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ રુઇ કોસ્ટાએ બેઇજિંગની મુલાકાત લીધી હતી અને બીઆરઆઇ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ચીનની ઓફરથી બહુ ખુશ ન હતા.
Uncategorized
ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકીઓને પકડયા
તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે કાર્ય કરતા હતા
ઇઝરાયેલે ગાઝામાં તેની જમીની સૈન્ય કાર્યવાહી વધુ આકરી બનાવી છે. તેણે એક હોસ્પિટલમાં છુપાયેલા હમાસના 100થી વધુ આતંકીઓને ઝડપીને મહત્વની સફળતા હાંસલ કરી છે. આમેય ઇઝરાયેલ છેલ્લાં અનેક દિવસોથી દાવો કરી રહ્યો છે કે હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને હોસ્પિટલોમાં આશરો લઇને તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
ઇઝરાયેલ દળોએ બેઇત લાહિયામાં કમાલ એડવાન પર દરોડા પાડ્યા હતા. જેમાં 44 પુરુષ સ્ટાફને અટકમાં લેવાયા હતા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. આ હોસ્પિટલમાં 200 જેટલા દરદીઓની સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હોસ્પિટલ લગભગ ધ્વસ્ત થઇ ગઇ છે.ઉલ્લેખીય છે કે ઇઝરાયેલે યુદ્ધના ગાળામાં અનેક હોસ્પિટલો પર હુમલા કર્યા છે. આ હોસ્પિટલોમાં આતંકીઓ નથી હોતા તેવા દવા પેલેસ્ટાઇનના મેડિકલ સ્ટાફ કરે છે. યુએનના આંકડા મુજબ ચાર લાખથી વધુ લોકો હજી પણ ઉત્તર ગાઝામાં છે અને ભીષણ ભૂખમરો વેઠી રહ્યા છે. ઇઝરાયેલે આ વિસ્તારમાં કાળો કહેર લાવીને 43,000થી વધુ પેલેસ્ટાઇન્સને મારી નાખ્યા છે. ઇઝરાયેલના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે કમાલ અદવાન હોસ્પિટલની ફરતે ભારે લડાઇ ચાલી રહી છે.
હોસ્પિટલમાંથી શસ્ત્રો પણ મળ્યા છે. અમુક આતંકીઓ તેમની જાતને તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે દર્શાવી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
ગુજરાત1 day ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
રાષ્ટ્રીય1 day ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો