ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની બાજ નજર વચ્ચે ઉના શહેરમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ની અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે કરવામાંઆવેલી આ કાર્યવાહીમાં કુલ 21 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે પ્રોહિબીશન, હથિયાર અને ટ્રાફિક નિયમોના ભંગ સહિતની વિવિધ કાર્યવાહી કરવામાં આવી
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને ઉના પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઇ. જાડેજા અને ગીર સોમનાથ એલ.સી.બી.નાપોલીસઇન્સ્પેક્ટર એમ.કે.વણારકા ની આગેવાની હેઠળ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને ઉના પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા ઉના પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં સઘન ચેકિંગ કરી પ્રોહિબીશન બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો તથા હિસ્ટ્રીશીટરોની તપાસ કરવામાં આવી હતી.પોલીસે શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો સક્રિય થતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મેગા કોમ્બિંગ દરમિયાન પ્રોહિબીશન ધારા ભંગના કુલ 11 કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં પોલીસે રૂૂ.45,041ની કિંમતનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉનામાં ગેરકાયદેસર દારૂૂનીપ્રવૃત્તિઓનેડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બુટલેગરો અને ગેરકાયદેસર દારૂૂના ધંધા સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસની સતત નજર હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે.મેગા કોમ્બિંગ દરમિયાન હથિયાર ધારા ભંગ તથા જી.પી. એક્ટની કલમ-135 હેઠળ કુલ 10 કેસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા શંકાસ્પદ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની તપાસ કરી કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરીને વધુ વેગ મળ્યો છે.મેગા કોમ્બિંગ માત્ર ગુનેગાર તત્વો પૂરતું સીમિત ન રહેતા પોલીસે વાહન ચેકિંગ પણ સઘન બનાવ્યું હતું. એમ.વી. એક્ટની કલમ-207 મુજબ કુલ 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ બદલ એમ.વી. એક્ટ હેઠળ કુલ 25 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા અને સ્થળ પર જ રૂૂ.10,100નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
