રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત, એ.એસ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. પોલીસે રાજુલા શહેરમાં નીકળનારી શોભાયાત્રાના રૂૂટનું વિશેષ નિરીક્ષણ કર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખી હતી. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે અપીલ પણ કરી છે.
રાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત, એ.એસ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ…
