રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી…

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી 12 કંપની પાસેથી ઉંચા ભાવે રો.મટીરીયલ ખરીદી કરી કંપનીઓ પાસેથી રૂૂા.1.65.85.048 કરોડ મેળવી લઈ કંપની સાથે ઠગાઈ અને ઉચાપત કરતા રાણપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાણપુર શહેરમાં આવેલ આરએમપી બેરીંગ લીમીટેડ કંપની ધરાવતા મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણાએ રાણપુર પોલીસ મથકમાં કંપનીના પરચેજ મેનેજર જયદીપ પ્રદીપભાઈ બેલાણી અને તેના પત્ની કંપનીના ટ્રેઈની કર્મચારી દીપાલીબેન જયદીપભાઈ બેલાણી (રે. બન્ને. રામનીધી સોસાયટી, નાગનેશ, જિ. બોટાદ) સામે ફરીયાદ નોંધાવી છે કે તેઓની કંપનીના રો મટીરીયલ ઓર્ડર આપવાની અને રો મટીરીયલનો ભાવ નક્કી કરવાની જવાબદારી સંભાળતા પરચેઝ મેનેજર જયદીપ અને તેના પત્નીએ ગત તા.1-8-2020થી તા.24-12-2022 ના સમયગાળા દરમિયાન કંપની માટે જુદી જુદી કંપની જય ઈન્ટ્રસ્ટ્રીઝ,સ્પીડ પોવર, સીગ્મા બેરીંગ, કિશોર ઈન્ડ્રસ્ટીઝ, શેઠ સ્ટીલ, આરએમજી બેરીંગ, આરડી એન્ડ સન્સ, નાગપાલ પ્લાસ્ટીક, આઈશ્રી જનબાઈ દોશી બધર્સ માર્કેટીંગ પ્રા.લી.,એનપીએસ ઈમ્પેક્સ, ખોડલ સ્ટીલ પાસેથી રો મટીરીયલ બજાર ભાવ કરતા ઉંચા ભાવે ખરીદ કરી કંપનીઓ પાસેથી જુદી જુદી રકમ મળી કુલ રૂૂા.1.65.85.048 નો સ્વિકાર કરી અથવા માંગી અપ્રમાણીક રીતે કંપનીના હિત વિરુધ્ધ કૃત્ય કરી કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઉચાપત, ઠગાઈ કરી હતી.

ઉક્ત ફરીયાદ સંદ્રભે પોલીસે બીએનએસ એક્ટ 406, 420, 409, 114 મુજબ ગુનો દાખલ કરી રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ એ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *