પીકઅપ વાન-મોટર સાઈકલ સહિત 96.82 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરના પેરોલ ફલોં સ્ક્વોર્ડના સ્ટાફ એ સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં ઈંગ્લીશ દારૂૂનું મસમોટું કટિંગ થતું હોવાની બાતમી ને આધારે દરોડો પાડી 86.57 લાખનો દારૂૂ તેમજ બે બોલેરો પીકઅપ વાન અને બાઈક મળી કુલ રૂૂ. 96.89 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસને જોઈને આરોપી ભાગવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જયા હતા. આરોપીઓ ભાગવામાં સફળ થયા હતા.
ભાવનગર પેરોલ ફલો સ્ક્વોર્ડના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમા પેટ્રોલીંગ માં હતા સિહોર ટાણા ચોકડી ખાતે પહોંચતા બાતમી મળેલ કે મોટા સુરકા ગામે પાણીના પરબથી સોનગઢ તરફ જતા ખોડીયાર માતાના મંદીર તરફના કાચા રસ્તે ડુંગરની ગાળીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ તથા ભાવેશ જેઠા ચાવડા તથા ઘનશ્યામ ઉર્ફે છડી ભરવાડ તથા મુન્ની ઉર્ફે ફેકાળો કોળી તથા વરૂૂલ બારૈયા ભેગા મળી આ ડુંગરની ગાળીમા ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારેલ છે અને પીક અપ વાહન મારફતે હેરાફેરી તથા કટીંગ કરે છે તેવી બાદ તમે મળતા તુર્તજ બે પંચો બોલાવી બાતમીવાળી જગ્યાએ પહોચતા સરકારી ગાડી જોઈ એક ઇસમ પોતાના કબ્જાની બોલેરો પીક લઈને ભાગવા જતા કાચા રોડની બાજુમાં આવેલ ઊંડા ખાળીયા માં ગાડી ઉતારી દીધેલ.
જે પીકઅપ નું આગળનું બોનેટ તરફના કાચા રસ્તે ડુંગરની ગાળીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ તથા ભાવેશ જેઠા ચાવડા તથા ઘનશ્યામ ઉર્ફે છડી ભરવાડ તથા મુન્ની ઉર્ફે ફેકાળો કોળી તથા વરૂૂલ બારૈયાએ રીતેના ભેગા મળી આ ડુંગરની ગાળીમા ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારેલ છે અને પીક અપ વાહન મારફતે હેરાફેરી તથા કટીંગ કરે છે તેવી સંકિક્ત મળતા તુર્તજ બે પંચો બોલાવી ભાતમીવાળી જગ્યાએ પહોચતા સરકારી ગાડી જોઈ એક ઇસમ પોતાના કબ્જાની બોલેરો પીકઅપ લઈને ભાગવા જતા કાચા રોડની બાજુમાં આવેલ ઊંડા ખાળીયા માં ગાડી ઉતારી દીધેલ જે પીકઅપનું આગળનું બોનેટ ખાડીયા ના ઉપરના ભાગે રહેલ અને પાછળનો ભાગ ખાળીયા તરફ ઉતરી ગયેલ અને ઇસમ ગાડીમાંથી ઉતરી ડુંગરની ગાળીમાં ભાગી ગયેલ જે ગાડી જોતા મહીન્ડા કંપનીની સફેદ કલરની બોલેરો પીકઅપ જેના નંબર GJ04-AW-8809 લખેલ.
મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપમાં અંદરના ભાગે જોતા મમરાની બોરીઓની આડશમા છુપાવેલ પરપ્રાંતીય ઇંગ્લિશની પેટીઓનો જથ્થો ભરેલ જોવામાં આવે છે. તેમજ અન્ય એક સફેદ કલરની મહીન્દ્ર કંપનીની બોલેરો પીકઅપ જેનો નંબર જોતા -03 0989 નો જોવામા આવેલ જેની અંદર પણ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂૂની પેટીઓનો જથ્થો ભરેલ જેવામાં આવેલ તથા બન્ને વાહનની બાજુમાં નીચે ખુલ્લી પડતર જગ્યામાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂૂની પેટીઓનો ઢગલો પડેલ જેવામા આવેલ જે બન્ને વાહનમાં ભરેલ દારૂૂની પેટીઓ તથા પડતર જગ્યામા પડેલ જથ્થો ગણી વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-511 જેમાં નાની મોટી બોટલ નંગ-14,593/- જેની કુલ કિ.રૂૂ 89,57,390નો મુદામાલ તેમજ હેરાફેરીના ઉપયોગ લીધેલ સફેદ કલરના ભોલેરો પીકઅપ નં. GJ-03-BV-0989 તથા 8809 જે બન્નેની કિ.રૂૂ 10 લાખ તેમજ એક સ્પ્લેન્ડર મો.સા કિ.રૂૂ 25 હજાર મળી કુલ કિ.રૂૂ. 96, 82,390/- ના મુદામાલ મુકી આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
