શહેર પોલીસે વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડયો છે. એ-ડિવીઝન પોલીસની ટીમે રામનાથપરા સ્મશાન નજીક આવેલા શૌચાલય પાસેથી રામનાથપરા શેરી નં. 2 ગરુડ ગરબી ચોક પાસે રહેતાં મોહસીન ઉર્ફ જાડો સુલેમાનભાઈ બુધીયા (ઉ.વ.39)ને રૂૂા. 15560ના 1.556 ગ્રામ ગાંજા સાથે પકડી લીધો છે. પોતે સુરતથી આ ગાંજો લાવ્યાનું રટણ કરતો હોઈ વિશેષ તપાસ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં માદક પદાર્થ ની હેરાફેરી, વેંચાણ અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરવા સુચના મળી હોઈ એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડો. સ્ટાફ હેડકોન્સ. સાગરભાઈ માવદીયા, મહેશભાઈ ચાવડા, કોન્સ. ધર્મેશભાઈ ખાંડેખાને બાતમી મળતાં મોહસીન ઉર્ફ જાડાને ગાંજા સાથે પકડી લેવાયો હતો.
પ્રાથમિક પુછતાછમાં મોહસીને એવુ રટણ કર્યું હતું કે પોતે ગાંજાના નશાનો બંધાણી છે અને આ ગાંજો સુરત તરફથી લાવ્યો છે. જો કે સાચી વિગતો ઓ કાવવા પોલીસ દ્વારા રિમાન્ડની તજવીજ થઈ રહી છે. મોહસીન ઉર્ફ જાડો અગાઉ 2020માં પણ એ-ડિવીઝન પોલીસના હાથે માદક પદાર્થ સાથે ઝડપાઇ ગયો હતો. હાલમાં તે છુટક મજૂરી કરતો હોવાનું કહે છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગવા, એસીપી રાધિકા ભારાઈની સુચના અંતર્ગત ઈન્ચાર્જ પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઈ એમ. એસ. રાણા, એએસઆઈ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઈ ચાવડા, કનુભાઈ બસીયા, ધારાભાઈ ગઢવી, ધર્મેશભાઈ ખાંડેખા, તેજસભાઈ ડેર અને એસઓજીનાં મૌલિક્ભાઈ સાવલીયાએ આ કામગીરી કરી હતી.
