જારિયા ગામે મગજ ભમતો હોવાથી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તાલુકાના જારીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. મુળ મધ્યપ્રદેશની વતની…

રાજકોટ તાલુકાના જારીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ જારીયા ગામે ભાગીયુ રાખી પરિવાર સાથે રહેતી મીનાબેન અલ્કેશભાઇમકવાણા (ઉ.વ.26)નામની પરિણીતાને ગત તા.18ના વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા ચાલુ સારવાર દરમિયાન આજે તેણીનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિન નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન 6 વર્ષ પહેલા થયા હોવાનુ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. મગજ ભમતો હોવાથી આ પગલુ ભરી લીધાનુ ખૂલવા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *