પોલીસે હેલ્પ લાઈન જાહેર કરી, કલાકમાં જ 20 ફરિયાદ

  લુખ્ખાઓ અંગે 63596 29896 ઉપર માહિતી આપો અને શાંતિ સ્થાપો અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં…

 

લુખ્ખાઓ અંગે 63596 29896 ઉપર માહિતી આપો અને શાંતિ સ્થાપો

અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આવામાં રાજકોટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરમાં ભય ફેલાવનાર લુખ્ખાગીરી કરનાર વ્યક્તિ વિશે જાણકારી આપવા માટે આ નંબર જાહેર કરાયો છે. 6359629896 નંબર પર અસમાજિક તત્વોની વિરૂૂદ્ધ માહિતી ફોટા સાથે આપી શકાશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે તેમજ યોગ્ય માહિતી આપનારને ઇનામ પણ અપાશે, આ નંબર જાહેર થયાના ગણતરીના કલાકોમાં હેલ્પલાઇનના નંબર ફોન નો મારો શરૂૂ થઇ ગયો હતો અને હેલ્પલાઇનના મોબાઈલ નંબર ઉપર 20થી વધુ ફરિયાદ મળી હતી. જેમાં દેશી અને વિદેશી દારૂૂના વેચાણ તેમજ મોડી રાત સુધી ચોક્કસ વિસ્તારમાં અડીંગો જમાવી બેસતા તત્વોની માહિતી આપવામાં આવી હતી.

અસામાજિક તત્ત્વોને અંકુશમાં લેવા માટે રાજકોટ પોલીસે વોટ્સએપ નંબર 63596 29896 જાહેર કર્યો છે. જેમાં અસામાજિક તત્ત્વોની માહિતી આપવા નાગરિકોને અપીલ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, શહેરમાં આપનાં રહેણાકની આજુબાજુમાં, વ્યવસાય, નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદે પ્રવૃતિ કરનાર અસામાજિક ઇસમો સામે ખાસ ઝુંબેશ શરૂૂ કરી છે. જેમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવા ઈનામી પ્રયોગ હાથ ધર્યો છે. જે હેઠળ પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર 63596 29896 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર અસામાજિક તત્વોની માહિતી સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવુતિની માહિતી આ વોટ્સએપ નંબર પર ફોટા સાથે આપી શકાશે.

63596 29896 વોટ્સએપ નંબર પર ફોટો વીડિયો સહિતની માહિતી આપી શકાશે. તેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે, તેમજ યોગ્ય માહિતી આપનારને ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ દ્વારા આ નંબર જાહેર થયાના ગણતરીના કલાકોમાં હેલ્પલાઇનના નંબર ફોન નો મારો શરૂૂ થઇ ગયો હતો અને હેલ્પલાઇનના મોબાઈલ નંબર ઉપર 20થી વધુ ફરિયાદ મળી હતી. જેમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂૂ વહેચતો હોવાની તેમજ રાતે કેટલાક વિસ્તારોમાં લુખ્ખા અને આવારા તત્વોનો જમાવડો હોય તે બાબતે તેમજ કેટલાક વિસ્તારોમાં ચોક્કસ જગ્યાએ પડ્યા રહેતા અસામાજિક તત્વોની માહિતી આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના હેલ્પલાઇન નંબર ઉપર મળેલી માહિતીની નોંધ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી છે અને હવે પોલીસ અધિકારીઓની સુચના હેઠળ એક્શન લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *