બેથી પાંચ ગુના નોંધાયા હોય તેવા છાપેલ કાટલા ઝપટે ચડશે, કાલથી ‘મોરલા’ બોલશે
રાજકોટમાં લોકોની શાંતિ ડહોળતા બેફામ તત્વોની હવે ખેર નથી, રાજય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ પછી રાજકોટ પોલીસનું ઓપરેશન શરૂૂ કરાયું છે. રાજકોટ પોલીસે 200થી વધુ રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે.જેમાં ક્રાઈમ બ્રાંચે જેની વિરુદ્ધ પાંચથી વધુ ગુન્હા દાખલ હોય તેવા જયારે સ્થાનિક પોલીસ મથક દ્વારા બે થી વધુ ગુન્હા દાખલ હોય તેવા 200થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. મહત્વનું છે કે 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયે આદેશ કર્યો હતો. જેને લઇ રાજકોટ સહીત ગુજરાતભરની પોલીસ સર્તક બની હતી.
પોલીસ આગામી દિવસોમાં ગુનેગારો અને ગુંડાગીરીના વિરોધમાં ગંભીર પગલાં લેવા જઈ રહી છે. તે સ્પષ્ટ થાય છે કે, જે લોકો પોતાને દાદા, ડોન કે એરિયાના ભાઈ સમજે છે, તેઓ હવે રાહત અપાવવાના બિનઅર્થક છે. રાજકોટ પોલીસે તૈયાર કરેલી ગુનેગારોની યાદી બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી જશે. રાજકોટ સહીત ગુજરાતભરમાં હવે ગુંડાગીરી માટે કોઇ પણ આસ્થાવાન માર્ગ નહી રહી શકે. એવું લાગે છે કે પોલીસ ગુનેગારો માટે સંદેશ આપી રહી છે કે,તેઓ હવે ક્યાંય છૂપાવાની કોશિશ કરે તો પણ ખાખીની ઓળખ અને તેનાથી થતા ખૌફથી બચી શકતા નથી, રાજકોટમાં ભૂતકાળમાં આંતક મચાવનાર રીઢા ગુનેગારો અને અસામાજીક તત્વોની યાદીમાં ક્રાઈમ બ્રાંચે જેની વિરુદ્ધ પાંચથી વધુ ગુન્હા દાખલ હોય તેવા જયારે સ્થાનિક પોલીસ મથક દ્વારા બે થી વધુ ગુન્હા દાખલ હોય તેવા ટપોરીઓ, હિસ્ટ્રીશીટરો, એનસીઆર રેકોર્ડ ધરાવનાર શખ્સો અને અન્ય અસામાજિક તત્વોની યાદી બનાવી છે.
કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે. રાજ્યમાં અસામાજિક તત્ત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ તત્વો કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે. રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર લોકોની યાદી બનાવી છે. તેમજ ચેતવણી આપી છે કે, જો ગુનાહિત પ્રવૃત્તિઓ છોડશે નહીં, તો તેમની વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પગલાં લેવાશે. અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ પોલીસ હવે છે. આ લોકોને તાકીદ કરવામાં આવશે કે, જો તેઓ સુધરશે નહીં, તો કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
રાજકોટ પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું કે, ગુનેગારો અને ગુંડાગીરી કરનાર તત્વો તેમજ વ્યાજખોરીમાં સંડોવાયેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ ઉપરાંત પીજીવીસીએલ તેમજ મહાનગરપાલિકાને સાથે સંકલનમાં રહીને આવા લીસ્ટેડ ગુનેગારો સામે પુરાવા એકત્ર કરવામાં આવશે જેમાં આવા લીસ્ટેડ ગુનેગારોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન શોધી હશે તેઓ પીજીવીસીએલ સાથે મળીને આ કનેક્શન કાપી નાખવામાં આવશે તેમજ ગેરકાયદેસર દબાણ કરનારા લીસ્ટેડ અને માથાભારે ગુનેગારોની મિલકત અંગે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે.
