રાજકોટમાં પોસ્ટર વિવાદ પૂર્વે પોલીસ સક્રિય

આગેવાનો સાથે બેઠક યોજી વિવાદ વકરે નહીં તે જોવા તાકીદ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં…

આગેવાનો સાથે બેઠક યોજી વિવાદ વકરે નહીં તે જોવા તાકીદ

શહેરના દૂધની ડેરી અને ભીલવાસ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવતા વિવાદ થાય તે પૂર્વે પોલીસે આ મામલે લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી વિવાદ વકરે નહી તે માટે તાકીદ કરી છે. એક તરફ નવરાત્રીના પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અન્ય જીલ્લા અને શહેરમાં બનેલી ઘટનાને ધ્યાને લઇ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ થઇ છે.

આ પોસ્ટરથી સોશિયલ મીડિયામાં ઉભા થયેલા વિવાદને કારણે સરકારે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. નવરાત્રીના પવિત્ર તહેવારની પૂર્વ સંધ્યાએ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હોય જેના કારણે કોઈ વિવાદ ઉભો થાય તે પૂર્વે પોલીસ દ્વારા લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠલ યોજી હતી અને આ પોસ્ટરને લઇ રાજકોટમાં વિવાદ ન થાય તેની તકેદારી રાખવા લઘુમતી સમાજના આગેવાનોને તાકીદ કરી હતી. આ પોસ્ટર લાગ્યા બાદ રાજકોટ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે સંભવિત મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને શહેરની શાંતિ જળવાઈ રહી છે.

એટલું જ નહીં આ વિવાદ માત્ર રાજકોટ પૂરતો સીમિત ન રહેતા રાજ્યભરના અન્ય વિવિધ શહેરોના મુસ્લિમ વિસ્તારોમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હોવાના અહેવાલો હતા. જોકે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર્સનો વીડિયો સામે આવ્યા બાદ સરકાર તરફથી તાત્કાલિક પગલાં લેવા સુચન કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર થી આ પોસ્ટર્સ હટાવી લેવામાં આવી હતી. નવરાત્રીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરની કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસે શાંતિ સમિતિની બેઠક પણ બોલાવી હતી. રાજકોટ પોલીસે સમયસર અને મક્કમતાથી આ પોસ્ટરને લઇ ને કોઈ વિવાદ ન થાય તે માટે જરૂૂરી કાર્યવાહી કરી હતી.

સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ ઉપર રાજકોટ સાયબર ક્રાઈમની નજર

સોશિયલ મીડયા ઉપર કરાયેલી પોસ્ટને લઇને શરુ થયેલા વિવાદ બાદ રાજકોટમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અધિકારીઓની સુચનાથી રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમ સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ ઉપર નજર રાખી રહી છે અને કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ નહી મુકવા અપીલ કરી છે કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પહેલા વિચારો -પોલીસ તમારી દરેક પોસ્ટ પર નજર રાખે છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈ પણ પોસ્ટ કે અફવા ફેલાવશો તો થશે કડક કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સતત સોશિયલ મીડિયા પર સર્વેલન્સ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *