ઇઝરાયલ પહોંચ્યા PM મોદી, વડાપ્રધાન નેતન્યાહૂએ ગાર્ડ ઓફ ઓનર આપી કર્યું ભવ્ય સ્વાગત

  PM મોદી બે દિવસની મુલાકાત માટે ઇઝરાયલ પહોંચ્યા છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર…

 

PM મોદી બે દિવસની મુલાકાત માટે ઇઝરાયલ પહોંચ્યા છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. નવ વર્ષ બાદ પીએમ મોદીની ઇઝરાયલની આ બીજી મુલાકાત છે. ઇઝરાયલ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી, લખ્યું, “પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ દ્વારા એરપોર્ટ પર કરવામાં આવેલા સ્વાગતથી હું સન્માનિત છું. મને આશા છે કે દ્વિપક્ષીય ચર્ચાઓ અને ભારત-ઇઝરાયલ મિત્રતાને મજબૂત બનાવવાના સકારાત્મક પરિણામો આવશે.”

https://x.com/narendramodi/status/2026620911361925448?s=20

પ્રધાનમંત્રી મોદીએ X પર પોસ્ટ કરી, લખ્યું, “હું ઇઝરાયલ પહોંચ્યો છું… પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને શ્રીમતી નેતન્યાહૂ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરવા બદલ મને ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. મને દ્વિપક્ષીય ચર્ચાઓ અને ભારત-ઇઝરાયલ મિત્રતાને મજબૂત બનાવવાના ફળદાયી પરિણામોની આશા છે.”

પ્રધાનમંત્રી આજે (25 ફેબ્રુઆરી) સવારે ઇઝરાયલ જવા રવાના થયા અને સાંજે 4:30 વાગ્યે તેલ અવીવ પહોંચ્યા, જ્યાં ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

9 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી ઇઝરાયલ મુલાકાત છે. તેમણે અગાઉ જુલાઈ 2017 માં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. 26 ફેબ્રુઆરીએ એક પ્રતિનિધિમંડળની બેઠક યોજાવાની છે. આ ઉપરાંત વડા પ્રધાન મોદી ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે પણ મુલાકાત કરશે. વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *