ગાળો ખાધી, પણ નશાખોર દર્દીને સ્વસ્થ બનાવી ઘરે મોકલતી સિવિલની તબીબી ટીમ

શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં, સર્જરી વોર્ડમાં દાખલ થયેલા પરપ્રાંતિય દર્દી મનોજ ઉધ્ધવને જરૂરી સેવા, સારવાર આપી સિવિલ હોસ્પિટલના તબીબો અને હેલ્પડેસ્કની ટીમે પુન: સ્વસ્થ…


શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં, સર્જરી વોર્ડમાં દાખલ થયેલા પરપ્રાંતિય દર્દી મનોજ ઉધ્ધવને જરૂરી સેવા, સારવાર આપી સિવિલ હોસ્પિટલના તબીબો અને હેલ્પડેસ્કની ટીમે પુન: સ્વસ્થ કરીને પોતાના ઘરે મોકલી દીધો છે. સમયાંતરે વિવાદમાં સપડાતી સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને અહીં કાર્યરત હેલ્પ ડેસ્કના સ્ટાફમાં ઘણી વખત માનવતાનું ઝરણું પણ વહેતું હોવાનું કહેવું અનુચિત નથી.


આ અંગે મળતી વિગતો મુજબ ગત તા. 19મી નવેમ્બરના રોજ, કાલાવડ રોડ પરથી મહારાષ્ટ્રના વતની મનોજ ઉધ્ધવ નામના પરપ્રાંતિય દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.


દર્દીને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા હોવાથી એમ.આઇ.આર. અને સીટી સ્કેન કરાયું હતું. મનોજ ભાનમાં આવ્યો ત્યારે નશાની હાલતમાં લવારો, ગાળો, શરૂ કરી સ્ટાફ સાથે બેહુદ્દુ વર્તન કરી, સ્ટ્રેચરમાંથી ઉતરી જઇ, મારે સારવાર નથી કરાવવી તેવી વાતો વચ્ચે નર્સિંગ સ્ટાફ સાથે બબાલ કરી હતી.


પણ નર્સિંગ અને હેલ્પ ડેસ્ક સ્ટાફે હિંમત હાર્યા વગર મનોજની પુછપરછ કરતા તે મહારાષ્ટ્રના આકોલાનો વતની, પરિવારમાં પત્ની અને પુત્રી ધરાવતો હોવાનું અને જૂનાગઢની હોટેલમાં મજૂરી કરી રોજીરોટી રળવા આવ્યો હોવાનું બહાર આવ્યુ હતું.


દરમિયાન ખુબ નબળી પરિસ્થિતિને લીધે દવા-દારૂ કરવા સક્ષમ ન હોવાનું કહી પતિને સિવિલમાં જ સારવાર આપી, ત્યાં રોકવા વિનંતી કરતા તબીબી સ્ટાફે માનવતા દાખવી, મનોજને અહીં જ સારવાર આપી જરૂર લાગી ત્યાં સુધી સારવાર અપાવી ગઇકાલે મનોજને સુરેન્દ્રનગર રવાના કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *